આખી દુનિયા માં ભારે હાહાકાર મચાવનાર કોરોના ખુબજ ચર્ચાસ્પદ બન્યો છે અને આ વાયરસ માટે ચાઈના ને દોષી માની રહયુ છે,અને છેલ્લા 10 વર્ષ થી ચીન કોરોના ઉપર પોતાની લેબ માં સંશોધન કરી રહ્યા ની વાત સામે આવી છે, ત્યારે કોરોના થી પ્રભાવિત રૂસના એક ખૂબ માઇક્રોબાયોલિજિસ્ટે દાવો કર્યો કે ચાઈના ના વુહાન લેબ માં ચાઈના ના વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગશાળા માં કરાયેલા ખતરનાક પ્રયોગોનું પરિણામ કોરોના વાયરસ છે. પીટર ચુમાકોવે દાવો કર્યો કે વુહાનમાં ચીની વૈજ્ઞાનિક વાયરસની રોગ પેદા કરવાની ક્ષમતા ઉપર રીસર્ચ કરી રહ્યા હતા ત્યારે અજાણતા લીક થયેલો આ વાયરસે વિશ્વને પ્રભાવિત કર્યું છે
મોસ્કોમાં પ્રોફેસર ચુમકોવે જણાવ્યું કે ચીનના વુહાન સ્થિત પ્રયોગશાળામાં છેલ્લાં 10 વર્ષથી કોરોના વાયરસને ઉપર સંશોધન ચાલતું હતું અને ચીની વૈજ્ઞાનિકો કોઈ મોટું રીસર્ચ કરી રહ્યા હતા અને તેમણે જીનોમને અંદર નાંખ્યું આથી વાયરસને વ્યક્તિની કોશિકાઓને સંક્રમિત કરવાની ક્ષમતા પ્રાપ્ત થઇ ગઇ. હવે એ બધાનું વિશ્લેષ્ણ કરાઇ રહ્યું છે.
મોસ્કોના અખબાર કોમસોમેલેટ્સ સાથે વાતચીતમાં પ્રોફેસર ચુમકોવે જણાવ્યું કે કેટલીક વસ્તુઓને વાયરસની અંદર ઉમેરાતા જીનોમના સ્વાભાવિક સીકવેન્સનું સ્થાન લઇ લીધું છે. આથી કોરોના વાયરસની અંદર ખૂબ જ ખાસ વસ્તુઓ આવી ગઇ છે. આ વાયરસ ના આ આખા મામલાની એક તપાસ થશે અને ત્યારબાદ આ પ્રકારના ખતરનાક વાયરસના જીનોમને રેગ્યુલેટ કરવા માટે નવા નિયમ બનાવાશે. ચીની વૈજ્ઞાનિક એચઆઇવીની વેક્સીન બનાવા માટે આ વાયરસની અલગ-અલગ એંગલ ઉપર રીસર્ચ કરી રહયા હોવાનું તેઓએ ઉમેર્યું હતું જોકે તેઓ અસાધ્ય બીમારી માટે વેકસીન તૈયાર કરી રહ્યા હતા તેઓનો ઈરાદો સાફ પણ હોય તેમ તેઓ એ ઉમેર્યું હતું ત્યારે આ વાયરસ લેબ માંથી લીક થઈ બહાર આવી જતા દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે બીજી તરફ ચાઈના એ તો કાબુ પણ મેળવી લીધો છે અને અમેરિકાના વૈજ્ઞાનિકો ને પોતાની લેબ માં તપાસ માટે ચાઈના એ ઘસીને ના પાડી દેતા હવે ચીન જ કોરોના માટે જવાબદાર હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે
