ચીનમાં એક સપ્તાહમાં 12 હજાર 658 લોકોના મોત થયા છે. આ આંકડો માત્ર એવા લોકોનો છે જેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. ઘરોમાં દર્દીઓના મૃત્યુનો આમાં સમાવેશ થતો નથી.
આ માહિતી ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આપવામાં આવી છે. આ પહેલા 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચીનમાં 59 હજાર 938 હજાર લોકોના મોતના આંકડા સામે આવ્યા હતા.
આ સાથે જ ભારત, અમેરિકા સહિત અન્ય દેશોમાં કોવિડના નવા મોજાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વડા વુ જુન્યાઓએ જણાવ્યું હતું કે લૂનર ન્યુ ઈયરની રજા દરમિયાન સામૂહિક મુસાફરી રોગચાળા તરફ દોરી શકે છે.
નવું વર્ષ ચીનમાં રજા છે, તેથી ચાઇનીઝ લોકો સંબંધીઓને મળવા માટે વિવિધ સ્થળોએ પ્રવાસ કરે છે. વુએ કહ્યું કે દેશના 80% એટલે કે લગભગ 110 કરોડ લોકો સંક્રમિત થયા છે.