છેલ્લા ઘણાજ દિવસો થી જણાતું હતું કે ભારત-ચીન વચ્ચે સ્થિતિ સારી નથી તેમ છતાં સબ સલામત ની ડીંગ હકવામાં આવી રહી હતી આખરે આજે સાચી હકીકત બહાર આવી ગઈ છે અને ગલવાન ઘાટીમાં ચીન દ્વારા ભારત ના જવાનો ને નિશાન બનાવી હુમલો કરતા ભારત ના આર્મી ઓફિસર સહીત બે જવાન થયા શહીદ થયા ની હકીકત બહાર આવી છે
બન્ને દેશોનાં વરિષ્ઠ સૈન્ય અધિકારી આ સમયે તણાવભર્યા મામાલાને શાંત કરવા માટે મોટી બેઠક યોજી રહ્યા છે. ત્યારે આ ઘટના સામે આવી છે, ભારતીય સેનાની તરફ આપવામાં આવેલા એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે ગલવાન ઘાટીમાં સોમવારની રાત્રે ડિ-એસ્કેલેશનની પ્રકિયા દરમ્યાન ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું આ દરમ્યાન ભારતીય સેનાના એક ઓફિસર અને બે જવાન શહીદ થયા છે.
ચીનના સૈનિકોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા ભારતીય સૈનિકોએ તેમને પાછા હટાવ્યા હતા. જેના કારણે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ હતી અને ચીનના સૈનિકો પાછળ હટવા તૈયાર નથી.
ભારત અને ચીન વચ્ચે મે મહીનાની શરૂઆતથીજ લદ્દાખ બોર્ડરની પાસે તનાવપૂર્ણ વાતાવરણ છે. ચીની સૈનિકોંએ ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી હદ પાર કરી હતી, અને પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટીની પાસે આવી ગયા હતા. ચીન તરફથી આ સ્થળ પર પાંચ હજાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ લશ્કરી ઉપકરણો અને શસ્ત્રો સાથે સજ્જ છે. ચાઈના એ ભારતીય સૈન્ય ના ઓફિસર સહિત બે જવાનો નો ભોગ લેવાના અહેવાલો દેશ માં ફરી વળતા ભારત ના યુવા ધન માં આક્રોશ ફેલાઈ ગયો છે અને પાકિસ્તાન ની આર્મી પણ ભારત ના જવાનો નો ભોગ લઈ રહયુ છે , બીજી તરફ નેપાળ જેવો દેશ પણ લલકારી જતા દેશ ના યુવાનો માં વર્તમાન સરકાર ની ઢીલી નીતિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
