યુક્રેન પર રશિયના હુમલાને લઈને ચીન દ્વારા જે નિવેદન સામે આવ્યુ છે તેનાથી ચીન તાઇવાન ઉપર હુમલો કરી શકે છે, ચીને કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલાનો કબજો નહીં માનવામાં આવે.
મતલબ કે તે રશિયાનો હિસ્સો છે.
ચીન હંમેશાથી તાઈવાનને પોતાનો જ પ્રાંત ગણે છે જે તેનાથી અલગ થઈ ગયું છે. ત્યારે ચીનની મહેચ્છા ફરી ચીનને પોતાના કબજામાં લાવવાનો છે ત્યારે રશિયા ને યુક્રેન મામલે સમર્થન કરી પોતાને તાઇવાન કબ્જે કરવા રશિયા પણ સમર્થન આપશે તેવું તે માની રહ્યું છે.
ચીનની ઈચ્છા તાઈવાન પર કબજો કરવાની છે. જો રશિયાના હુમલાને રોકવામાં ન આવ્યા કે બીજા દેશોએ આ મામલે કોઈ દરમિયાનગીરી ન કરી તો આવનારા સમયમાં તાઈવાન પર ચીન હુમલો કરી શકે છે.
તાઈવાન પૂર્વી એશિયાનો એક દ્વીપ છે, જેને ચીન એક વિદ્રોહ ક્ષેત્ર તરીકે જુએ છે. લગભગ 36 હજાર 197 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ દ્વીપની વસતિ 2.36 કરોડની આસપાસ છે.તાઈવાનની રાજધાની તાઈપે છે, જે તાઈવાનના ઉત્તરી ભાગમાં છે. તાઈવાન એક લોકતાંત્રિક વ્યવસ્થાવાળો દેશ છે. અહીંના લોકો અમાય, સ્વાતોવ અને હક્કા ભાષા બોલે છે. ચીની મંદારિન અહીં રાજકાજની ભાષા છે.
આમ રશિયા યુક્રેન ઉપર કબ્જો કરવામાં સફળ થશે તો ત્યારબાદ ચીન પણ દુનિયાના અન્ય દેશોની ઐસી તૈસી કરી તાઇવાન ઉપર હુમલો કરી તેના ઉપર કબ્જો કરશે.