ચીન તાલિબાનને આધુનિક હથિયારો આપી રહ્યું છે. જેમ્સટાઉન ફાઉન્ડેશનમાં તાલિબાન શેડો હેઠળ યુએસ-પાકિસ્તાન રિલેશન્સ ધી ટ્રબલ્ડ ટ્રાયેન્ગલના લેખક ઝફર ઈકબાલ યુસુફઝાઈનો આ દાવો છે. યુસુફઝાઈના જણાવ્યા અનુસાર, ચીને આ પગલું એટલા માટે લીધું છે કારણ કે અસ્થિર અફઘાનિસ્તાન ચીનના હિતોને અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (બીઆરઆઈ)ની સફળતાને અવરોધી શકે છે. રિપોર્ટ અનુસાર અનિશ્ચિતતા અને અશાંતિ અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો ગઢ બનાવી શકે છે. તે ચીનના શિનજિયાંગ અને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટને નિશાન બનાવી શકે છે.
12 ડિસેમ્બરના રોજ, ઇસ્લામિક સ્ટેટના સભ્યોએ કાબુલમાં એક હોટલ પર હુમલો કર્યો જ્યાં ઘણા ચીની નાગરિકો રોકાયા હતા. આ હુમલામાં 18 અન્ય પીડિતો સાથે પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા, જ્યારે ત્રણ હુમલાખોરો સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા હતા.
આ પડકારોના જવાબમાં યુસુફઝાઈએ કહ્યું કે, ચીને અફઘાનિસ્તાનમાં તમામ પ્રકારના આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે તાલિબાનને પર્યાપ્ત સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.