ચીન નો લુચ્ચો જીનપિંગ એક તરફ ભારત સાથે શાંતી સ્થાપવાની ડીંગ હાંકી રહ્યો છે અને બીજી તરફ ભારત ના સરહદી વિસ્તારોમાં હુમલો કરવા મોકા ની રાહ જોઈ રહ્યો હોય તેવું સેટલાઈટ ઇમેજ પર થી જણાઈ રહ્યુ છે. ચીને સરહદ ઉપર લગભગ તમામ મોરચે પોતાની સૈન્ય ગતિવિધિઓ ઝડપી બનાવી દીધી છે,અહીંના લિપુલેખમાં ટ્રાઈજંક્શન એરિયા અને સિક્કીમમાં ડોકલામમાં ચીની સૈન્યએ બાંધકામ ઝડપી બનાવી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા હતાં. હવે સેટેલાઈટ તસવીરોમાં હેલિપોર્ટ અને નિર્માણાધીન મિલિટરી સાઈટ, બેરેક અને ટેંટ નજરે પડી રહ્યા છે.
પોતાના ઈંટેલિજેંસ સોર્સ ડેટ્રાસ્ફાએ GEOINTના પેમિંગની મદદથી તિબ્બેટની ગાર કાઉંટીની સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. જેમાં સ્પષ્ટરૂપે નજરે પડે છે કે, ચીને હવે ડોકલામ અને લિપુલેખમાં ટ્રાઈજંક્શન એરિયા બાદ પેંગોંગ ત્સો લેકમાં પણ સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. તસવીરોમાં જાણવા મળે છે કે, પેંગોંગ ત્સો લેકથી 180 કિલોમીટર દક્ષિણમાં ગાર કાઉટીમાં સેના માટે મદદરૂપ થનારૂ બાંધકામ અને વિકાસની ગતિવિધિ ઝડપી બન્યું છે જે વર્તમાન સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂતબનાવશે. અહીં હેલિપેડ, મિલિટરી સાઈટ અને બેરેક ઉપરાંત મોટી સંખ્યામાં ટેંટ પણ નજરે પડી રહ્યા છે. આ વિસ્તારને મિલિટરી બેઝ તરીકે વિકસીત કરવામાં આવી રહ્યો છે. અહીંથી સૌથી નજીકનું એરબેઝ ગારી ગુંસા છે જે માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે.
સામે આવેલી તસવીરોમાં જોવા મળે છે કે, લિપુલેખની નજીક ટ્રાઈ જંક્શન એરિયામાં ચીને માત્ર સૈન્ય તૈનાતી જ નહીં પણ મિસાઈલ માટે પણ મોટાપાયે બાંધકામની તૈયારીઓ કરી લીધી છે. ડેટ્રાસ્ફાના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં 100 કિલોમીટરની GEOINT સ્કેનિંગથી ચીની સૈન્યની એક્ટિવિટીની પણ જાણકારી મળે છે. અહીં જમીનથી હવામાં પ્રહાર કરવામાં સક્ષમ મિસાઈલ માટે સાઈટનું બાંધકામ માનસરોવર નદીની નજીક જ થઈ રહ્યું છે.
ઈન્ટેલિજેંન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને જૂન અને જુલાઈ મહિનામાં ડૉકલામની નજીક નવા બાંધકામ પણ કર્યા છે. ચીન આ ટ્રાઈજંક્શન પર સિંચ લા અને ટોરસા નાલાને અડીને આવેલી દિવાલ પર કામ આગળ વધારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સિંચ લા થી લગભગ 1 કિલોમીટર સાઉથ ઈસ્ટ તરફની બહુમાળી ઈમારતો પણ બનાવી રહ્યું છે. સિંચ લાના પશ્ચિમ ભાગે પહાડોની ટોચ પર લગભગ 13 વિજળીના થાંભલા પણ ઉભા કરી દેવામાં આવ્યા છે આમ ચીન ના ખંધા શિયાળ જેવા અધિકારીઓ ભારત સાથે હસતા ચહેરા રાખી વાતો માં ભેરવી પોતાની હરકતો ચાલુ રાખી રહ્યું છે જે બતાવે છે કે તે ભારતે આ લુચ્ચા શિયાળ ને ઓળખી જઈ સાવધાન રહેવાનો સમય આવી ગયો છે લોકો માં જિનપિંગ અંગે પણ કોમેન્ટ ઉઠી રહી છે કે આ ઢોકળિયો શાંતિ થી બેસતો નથી અને હલકો શિયાળ જેવો છે.
