અમેરિકાના બાઇડન ને હવે પાકિસ્તાન સારું લાગવા માંડ્યું છે અને ભારતનું દુશ્મન હોવાછતાં અમેરિકાનું વલણ બદલાયુ છે જ્યાં સુધી ટ્રમ્પ હતા ત્યાં સુધી તેઓ ભારતનું સમર્થન કરતા હતા પણ બાઇડન આવ્યા પછી તેઓ પાકિસ્તાન તરફી જણાય રહયા છે.
અમેરિકાના બાઇડેન તંત્રે ટ્રમ્પ કાળના નિર્ણયને બદલીને પાકિસ્તાનને એફ-16 ફાઇટર જેટ માટે 45 કરોડ ડોલરના ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી દીધી છે.
સૈન્ય ઉપકરણોની મદદથી હવે પાકિસ્તાનના આ ઘાતક એફ-16 જેટ વિમાન હવામાં ઉડતા રહી શકશે અને હુમલો વધુ અસરકારક રહેશે. માનવામાં આવે છે કે પાકિસ્તાને એફ-16ની મદદથી જ ભારતના મિગ-21 વિમાનને તોડી પાડયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર પાક. સેનાના વડા બાજવા નિવૃત્તિ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરે તેવી પણ શક્યતા છે.
આમ,પાકિસ્તાન હવે બાયડનને ગમવા માંડ્યું છે અને એક તરફ પાકિસ્તાન ને ચીનનો સાથ મળી રહ્યો છે તો હવે અમેરિકા નો ઝુકાવ પણ વધ્યો છે પરિણામે પાકિસ્તાન બન્ને દેશો પાસેથી લાભ લઇ રહ્યું છે.