વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેમના દિકરા બૈરનને કોરોના સંક્રમણ માત્ર 15 મિનિટ થયુ અને ત્યારબાદ મટી ગયુ હતુ. પેનિસિલ્વેનિયાના માર્ટિન્સબર્ગમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે આ દાવો કર્યો છે. ટ્રમ્પે પોતાનું ઉદાહરણ આપીને દેશમાં શાળાઓ ફરી ખોલવાને નિર્ણય યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શિક્ષક સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તેમને સંક્રમણની ઝપટમાં આવવાનો ડર છે.
’15 મિનિટમાં કોરોના મટી ગયો’
ટ્રમ્પે રેલીમાં કહ્યુ કે, ખરેખર બૈરનને કોરોના થયો હતો. બૈરન તેમનો 14 વર્ષનો દિકરો છે. ટ્રમ્પ ઉપરાંત તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા અને બૈરન ચાલુ મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ હતુ. ટ્રમ્પે કહ્યુ કે, તેમને ડોક્ટરને પુછ્યુ કે બૈરનની સ્થિતિ કેવી છે. આ અંગે ડોક્ટરે કહ્યુ કે, તે કોરોના પોઝિટિવ હોવાની પૃષ્ટિ થઇ છે અને 15 મિનિટ બાદ ડોક્ટરે કહ્યુ કે, સંક્રમણ મટી ગયુ છે.
હોસ્પિટલથી પરત ફર્યા ટ્રમ્પ
નોંધનિય છે કે, ટ્રમ્પને કોરોના પોઝિટિવ હોવાની પૃષ્ટિ થયા બાદ તેમને વોલ્ટર રીડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના ત્રણ દિવસ બાદ જ તેઓ હોસ્પિટલમાંથી બહાર આવી ગયા હતા. તેમમે તેમની સારવારમાં વપરાયેલી દવાને ભગવાનને ચમત્કાર ગણાવી હતી. તેમણે કહ્યુ કે, લોકોએ કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી.