તાઇવાન માં મોટો ટ્રેન અકસ્માત થયો છે જેમાં ટનલ માં ટ્રેન પાટા પરથી ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં 36 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલો છે જ્યારે 72 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી સાથે જ બચાવ કામગીરી શરૂ થઈ છે. મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 350 મુસાફરો હતા. આ ટ્રેન તાઇવાન તરફ જઇ રહી હતી, પરંતુ અચાનક પાટા પરથી ઉતરી જઈ બાદ માં ટનલની અંદર ટ્રેન દિવાલ સાથે ટકરાઈ હતી હાલ ઘાયલો અને મૃતકો ને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
