ચીનના વિરોધ વચ્ચે યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઇવાન પહોંચતા ચીન બરાબરનું ભડકયુ છે અને પેલોસીની તાઈવાનની મુલાકાત બાદ ગંભીર પરિણામો ભોગવવાધમકી આપી હતી.
જોકે, પેલોસી ચીનની ધમકીને અવગણીને ત્યાં પહોંચી ગયા બાદ ચીનના લડાકુ વિમાનો તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યા હતા.
ચીની લડાકુ વિમાનો તાઇવાનના દક્ષિણપશ્ચિમ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન એરિયામાં પ્રવેશ્યા હતા, તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે જવાબમાં તાઈવાને પણ હવાઈ પેટ્રોલિંગ ઓપરેશન શરૂ કરી રેડિયો ચેતવણીઓ મોકલવામાં આવી છે અને ચીની લશ્કરી વિમાનોને ટ્રેક કરવા માટે સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ્સ તૈનાત કરવામાં આવી છે.
ચીન તાઈવાન પર દાવો કરી રહ્યું છે અને પેલોસી અમેરિકાના એક મોટા નેતા છે જેણે છેલ્લા 25 વર્ષમાં આ સ્વતંત્ર ટાપુની યાત્રા કરી છે.
નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના ખતરાનો સામનો કરવા માટે યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે.
પેલોસીનું વિમાન તાઈપેઈમાં ઉતર્યાની મિનિટો પછી, ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ જાહેરાત કરી કે તે તાઈવાનની આસપાસના પાણીમાં છ લાઈવ-ફાયર લશ્કરી કવાયત કરશે, જે ગુરુવારથી રવિવાર સુધી યોજાવાની છે.
બીજી તરફ અમેરિકાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ચીનને રીતસર એવોઇડ કરી તેણે તાઇવાનને સમર્થન જારી રાખ્યું છે પરિણામે અમેરિકામા અને ચીન વચ્ચે કોલ્ડવોરના મંડાણ થયા છે.