આજે રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકા એટલા જોરદાર હતા કે એક બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ અને એક જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.
મળતી માહિતી અનુસાર, ભૂકંપના આંચકા શહેરથી 50 કિલોમીટર ઉત્તરમાં 2:44 કલાકે (સ્થાનિક સમય મુજબ) અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે હતું. બે માળની ઈમારત ધરાશાયી થયા બાદ બે ઘાયલોને બચાવી લેવાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
જો કે, કેટલાક અહેવાલો એવું પણ કહે છે કે 7.2ની તીવ્રતાના ભૂકંપની તીવ્રતા તાઈવાનના યુજિંગથી 85 કિમી દૂર નોંધાઇ છે.
ભૂકંપ તાઈવાનના તાઈતુંગ શહેરથી લગભગ 50 કિલોમીટર (30 માઈલ) ઉત્તરમાં આવ્યો હતો. આને લઈને જાપાને તાઈવાન નજીકના ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરી છે.