અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા બાદ એક વર્ષનો સમય નીકળી ચૂકયો છે, અમેરિકી સૈન્ય અહીથી હઠી ગયા બાદ ભારે તંગીનો સામનો કરી રહેલા અફઘાનમાં 80 ટકા પરિવારના બાળકો ભૂખ્યાંજ સૂઈ જવા મજબૂર બન્યા છે.
બાળકોને એક ટાઈમનું ભોજન માંડ મળી રહ્યું છે.
અફઘાનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. છોકરીઓના શિક્ષણ પર તાલિબાન એક વર્ષ પછી પણ કોઈ નિર્ણય કરી શક્યું નથી. પ્રાથમિક ધોરણો સુધી જ છોકરીઓને શિક્ષણ મળી રહ્યું છે. એક વર્ષ દરમિયાન લગભગ 5 લાખ લોકો અફઘાનિસ્તાન માંથી હિજરત કરી ચૂક્યા છે
અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના રિપોર્ટ મુજબ એક વર્ષમાં 2106 લોકોની હત્યા થઈ. તેમાં મોટાભાગની હત્યાઓ કાબુલ અને મજાર-એ-શરીફમાં થઈ. તાલિબાનના શાસનમાં 80 ટકા મહિલા પત્રકારોએ કામ છોડી દીધું. 173 પત્રકારોના અધિકારોનું હનન થયું. તાલિબાન સરકારે 122 પત્રકારોની ધરપકડ પણ કરી લીધી.
અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએએ ગત દિવસોમાં ડ્રોન હુમલામાં અલકાયદા વડા અલ જવાહિરીને કાબુલમાં ઠાર માર્યો હતો. અમેરિકાની કાબુલમાં કરાયેલી આ કાર્યવાહી ખરેખર એ વાતની પુષ્ટી કરે છે કે અફઘાનમાં હજુ પણ અલકાયદાનું નેટવર્ક સંચાલિત છે.
અફઘાનિસ્તાનમાં અભણ લોકો મોટા પાયે હિંસા ફેલાવી રહયા છે અને ધર્મના નામે આતંક ફેલાવી તેમનાજ ભાઈ-બહેનોને ભારે પડી રહયા છે.
અહીં અંધાધૂંધીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કોઈ નું કોઈ ઉપર નિયંત્રણ નહિ રહેતા નાગરિકોની હાલત બદતર બની ગઈ છે.