તાલિબાને મીડિયાને ધમકી આપતા કહ્યું છે કે તે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના વિદ્વાનો અને જાહેર સેવકોની ટીકા કરનારને સજા કરશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તાની સ્થાપના પછી દરરોજ નવા હુકમો જારી કરવામાં આવી રહ્યા છે. આ વખતે મામલો અલગ છે. વાસ્તવમાં, તાલિબાને કહ્યું છે કે તે ‘ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ના વિદ્વાનો અને જાહેર સેવકોની કોઈ પણ ટીકા કરનારાઓને સજા કરશે. તાલિબાનના ઝબીઉલ્લાહે આ દિશાનિર્દેશોને પાળવા મીડિયાને સલાહ આપી આ એક પ્રકારની શરિયા જવાબદારી ગણાવી છે.
તાલિબાને તેમની માર્ગદર્શિકામાં કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં સરકારી અધિકારીઓ વિરુદ્ધ બિનજરૂરી આરોપો અને ખોટી ટીકા કરનારાઓને સખત સજા કરવામાં આવશે. ખરેખર, સુન્ની પશ્તુન જૂથ પર લાંબા સમયથી ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે અને છોકરીઓના શિક્ષણ અને મહિલાઓના અધિકારો અંગેના તેના વલણ માટે ઘણી વખત ટીકાનો સામનો કરવો પડ્યો છે.
હવે આવી ટીકાથી પરેશાન તાલિબાને મીડિયાને ચૂપ રહેવા ફરમાન જાહેર કર્યું છે.