ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે તુર્કીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરામનમારસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી.
તુર્કીના કહરામનમારસમાં રવિવારે મોડી રાતે 4.7 તીવ્રતાનો એક અન્ય ભૂકંપનો ઝટકો અનુભવ થયો છે. તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપ પછી સતત આફ્ટરશોક આવી રહ્યા છે જેનાથી લોકો પરેશાન છે.
ઉલ્લેખનીય છે કે તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ સવારે 3 મોટા ભૂકંપ આવ્યા હતાં.
તુર્કીના સમય પ્રમાણે, પહેલો ભૂકંપ સવારે ચાર વાગ્યે (7.8), બીજો લગભગ 10 વાગ્યે (7.6) અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0) આવ્યો હતો જેમાં સેંકડો લોકોના મોત થઈ ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે તેમાંય વળી વધુ એક ભૂકંપ આવતા લોકોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.