નવી દિલ્હીઃ ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારમન, અમેરિકાના નવાચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સ્થાપક કિરણ મઝૂમદાર શો અને એચસીએલ ઇન્ટરપ્રાઇસની સીઇઓ રોશની નાડાર મલ્હોત્રા દુનિયાની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવી શકી છે. 17મી વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટમાં 30 દેશોની મહિલાઓ શામેલ છે.
ફોર્બ્સને કહ્યુ કે, તેમાં 10 મુખ્ય દેશોના પ્રમુખ, 38 સીઇઓ અને પાંચ મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ છે. ભલે તેઓ ઉંમર, રાષ્ટ્રીયતા અને અલગ-અલગ વ્યવસાયમાંથી હોય પરંતુ 2020ના પડકારોનો સામનો કરવા માટે તેમણે પોતાની કામગીરી બહુ જ અસરકારક રીતે નિભાવી છે. ભારતના હાલના નાણાં પ્રધાન નિર્મલા સિતારમન આ યાદીમાં 41માં સ્થાને છે. રોશની નાડાર 55માં સ્થાને અને કિરણ મઝુમદાર 68માં સ્થાને છે. લેન્ડમાર્ક ગ્રૂપના પ્રમુણ રેણુકા જગતિયાની આ યાદીમાં 98માં સ્થાને છે. મર્કેલે સતત 10માં વર્ષે આ યાદીમાં પ્રથમ સ્થાને પોતાનું આધિપત્ય જાળવી રાખ્યુ છે.
ફોર્બ્સે કહ્યુ કે, મર્કેલ યુરોપની મુખ્ય નેતા છે અને જર્મનીને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢીને ત્યાંની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરી જર્મનીમાં દસ લાખથી વધારે શરણાર્થિઓને રહેવાની મંજૂરી આપનાર મર્કેલનું નેતૃત્વ અત્યંત મજબૂત રહ્યુ છે. સૌથી મોટો
અમેરિકાની તાજેતરમાં ચૂંટાયેલી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિશ પ્રથમ અશ્વેત મહિલા છે જે આ પદ પર પહોંચી છે અને આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.