બેઇજિંગઃ ચીનના જે શહેરમાં સૌથી પહેલા કોરોના વાયરસ ફેલાયો હતો ત્યાંથી ફરીથી ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વુહાનના 4 ટકાથી પણ ઓછા લોકોમાં કોરોના વાયરસની એન્ટિબોડી જોવા મળી છે. એનો અર્થ એ થયો કે વુહાન કોરોનાથી ઈમ્યુનિટી મેળવી શક્યો નથી. કોરોના પોઝીટીવ દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડ્યો નથી. તેમનું શરીર કોરોના સામે એન્ટી બોડી બન્યું નથી.
વુહાનમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસ સામે આવી ગયા હતા. આ કારણે જ વુહાનને કોરોનાનું એપિસેન્ટર કહેવામાં આવે છે. કારણ કે કોરોનાનું સંક્રમણના ઘણાં કેસોમાં કોઈ પણ પ્રકારના લક્ષણો નહોતા. વુહાન ચીનના હુબેઈ રાજ્યની રાજધાની છે. હુબેઈમાં 68 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અહીંની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે અસ્થાઈ રૂપથી બે હોસ્પિટલો તૈયાર કરવાની નોબત આવી હતી.
એક અભ્યાસમાં કહેવાયું છે કે, વુહાનમાં મોટાભાગના લોકોમાં કોરોનાની ઈમ્યુનિટી નહી મેળવી શકાઈ. અથવા તો તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ નથી. અથવા તો બહુ ઓછી છે. આ અભ્યાસ પછી કોરોના વિરુદ્ધ હર્ડ ઈમ્યુનિટીની એક વખત નોંધાતી આશા પણ ફરીથી તૂટતી નજર આવી રહી છે.
ચીનની તોંગજી હોસ્પિટલથી જોડાયેલા અભ્યાસમાં 27 માર્ચથી 26 મેની વચ્ચે વુહાનમાં 35 હજારથી વધુ લોકોની એન્ટીબોડીની તપાસ કરવામાં આવી જેમાં પહેલા કોરોનાની પુષ્ટિ નહોતી થઈ. એમાંથી કોઈમાં પણ ફક્ત IGM એન્ટીબોડીઝ ના મળ્યા. IGM એન્ટીબોડી સંક્રમણ બાદ તુરંત શરીરમાં બનતી હોય છે. તે પછીથી તૈયાર થનારી IGG એન્ટી બોડીઝ વધુ સમય સુધી શરીરમાં રહેતી હોય છે. લગભગ 3.9 ટકા લોકોમાં જ એન્ટિ બોડી જોવા મળી હતી.