ચાઇના ના વુહાન માંથી વહેતા થયેલા કોરોના વાયરસ ની ઝપેટ માં લગભગ આખી દુનિયા ના દેશો આવી ગયા છે ત્યારે આ વાયરસ માં જે સિરિયસ દર્દીઓ હોય છે તેઓને આઈસીયુ માં વેન્ટીલેટર ઉપર રાખવા પડતા હોય છે તેવે સમયે જેઓ પહેલે થી તૈયાર ન હતા તેવા દેશો માં વેન્ટીલેટર ની અછત ઉભી થઇ છે જેમાં અમેરિકા ની વાત કરીએ તો અહીં કુલ દોઢ થી બે લાખ વેન્ટીલેટર છે જે ભારત થી પાંચ ઘણા વધુ હોવાછતાં પણ વધુ જરૂર ઉભી થઇ છે કે જ્યાં વસ્તી ભારત કરતા ખુબજ ઓછી છે ત્યારે આપણે વસ્તી વધારે અને વેન્ટિલેટર ઓછા છે હાલમાં ન્યુયોર્ક માં 4000 વેન્ટીલેટર મોકલાઈ રહયા છે અમેરિકામાં જો કોરોના નું સંક્રમણ વધ્યું તો 10 લાખ વેન્ટીલેટર ની જરૂર ઉભી થઇ શકે તેવું અનુમાન હોઈ કાર કંપનીઓ ને ઓર્ડર કરી દેવાયો છે અમેરિકા નું જોઈ બ્રિટને 30000 વેન્ટીલેટર , જર્મની એ 10000 ,ઇટલી એ 5000 વધુ વેન્ટિલેટર બનાવવા ઓર્ડર કર્યા છે. પરંતુ એથી મોટી વાત એ છે કે વેન્ટીલેટર બનાવવા માટે જે માલ જોઈએ તે ચાઇના થી મંગાવવો પડે તેમ હોય મુશ્કેલી ઉભી થઇ છે. અમેરિકા હવે કોરોનાથી પ્રભાવિત દુનિયાનો સૌથી મોટો દેશ છે. અમેરિકામાં હવે ઇટલીથી 15000 અને ચીનથી 20000થી વધુ કેસ છે. જો કે ઇટલીના મુકાબલે અમેરિકામાં મૃત્યુ દર ઓછો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ઓટોમોબાઈલ કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડને હવે ગાડીઓના નિર્માણની જગ્યાએ વેન્ટિલેટર મશીનો બનાવવાનું કહ્યું છે જેઓ વેન્ટીલેટર બનાવતી કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે. વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોવિડ-19 અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છેઅને
ન્યુયોર્ક સૌથી વધુ પ્રભાવિત થયું છે. અમેરિકાના કુલ સંક્રમણના કેસોમાંથી અડધાથી વધુ અહીંથી છે. એવા અહેવાલો છે કે ન્યૂયોર્કની હોસ્પિટલોમાં હવે ઓક્સિજન, કેથિટર (નળીઓ) અને દવાઓની પણ અછત વર્તાઈ રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં અનેક વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે જો ન્યૂયોર્કમાં સ્થિતિ નિયંત્રણમાં ન આવી તો અહીં ચીનના વુહાનથી પણ ગંભીર હાલાત પેદા થઈ શકે છે બીજી તરફ 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માત્ર 40 હજાર વેન્ટિલેટર છે જે મોટા શહેરો પૂરતા જ છે દાખલા તરીકે મુંબઇ માં 800 થી 1000 વેન્ટીલેટર છે નાના શહેરો માં સંખ્યા ના બરાબર છે ,દેશમાં વેન્ટિલેટરની ઉપલબ્ધતાનો આ અંદાજ ભારતીય સોસાયટી ઓફ ક્રિટિકલ કેર નો છે. ઘણા નિષ્ણાતો માને છે કે હોસ્પિટલોમાં સઘન પરીક્ષણ કેન્દ્રોની આટલી સંખ્યા ગંભીર કોરોના દર્દીઓને સારવાર આપવા માટે અપૂરતા હોઈ શકે છે. અત્યાર સુધીમાં, ચાઇના સહિત દુનિયાભરમાં કોરોનાનાં જે દર્દીઓ મળ્યા છે, તેમાથી પાંચ ટકાને શ્વાસ લેવાની તીવ્ર તકલીફો છે, જેના કારણે તેમની સારવાર ફક્ત આઇસીયુમાં જ થઈ શકે છે. ભારતમાં દરરોજ નવા કોરોના ચેપગ્રસ્ત કેસનો દર વધી રહ્યો છે.
નિષ્ણાતો માને છે કે આ વધારો એ સંકેત છે કે દેશમાં કોરોના ચેપ ત્રીજા તબક્કામાં પહોંચી રહ્યો છે, જ્યાં ચેપ સમુદાયમાં ફેલાવવાનો શરૂ થઇ ગયો છે. ઇટાલી અને ઈરાનમાં પણ ચેપ દરમાં સમાન વધારો જોવા મળ્યો હતો. આ પછી, ત્યાંની હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર સારવારની જરૂરિયાતવાળા દર્દીઓનું ભારણ વધ્યું અને પરિસ્થિતિ અનિયંત્રિત થઈ ગઈ. નોંધપાત્ર વાત એ છે કે વેન્ટિલેટર બનાવવા માટે સરકારે મોટું બજેટ ખર્ચવું પડશે કારણ કે વેન્ટિલેટરમાં આઠથી દસ લાખ રૂપિયા ખર્ચ થાય છે. હાલ દેશમાં લગભગ 40 હજાર સક્રિય વેન્ટિલેટર છે, જે ફક્ત સરકારી મેડિકલ કોલેજો, મેટ્રો શહેરોમાં ખાનગી હોસ્પિટલો અને અર્ધ મેટ્રો શહેરોમાં ઉપલબ્ધ છે.ત્યારે વડાપ્રધાન મોદીજી એ દેશ ના આરોગ્ય વિભાગ માટે અલગ થી 15 હજાર કરોડ નુંબજેટ ફાળવ્યું છે અને ભારત માં પણ વધુ વેન્ટીલેટર બનવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગતિવિધિઓ શરૂ થઈ છે. કેટલીક સ્થાનિક કંપનીઓ 30 દિવસ માં 20000 વેન્ટિલેટર બનાવવાનો દાવો કરે છે તો સરકારે તે તરફ પણ ધ્યાન દોરવું જોઈએ અહીં ભારત માં મોટાભાગ ની એમ્બ્યુલન્સ માં વેન્ટીલેટર હોતા નથી ત્યારે આ એક ગંભીર સમસ્યા છે જે માટે સરકાર પગલાં ભરી રહી છે , સંભવ છે કે કોરોના નબળો પડી જાય પણ જો ફેલાય તો સાધનો હાથવગા હશે તોજ પરિસ્થિતિ સામે પહોંચી વળાય તેમ છે.
