ભારત માં શિયાળા ની શરૂઆત સાથે જ કોરોના વકર્યો છે ત્યારે દુનિયાભર માં આ સ્થિતિ હોવાનું સામે આવ્યું છે અને અમેરિકામાં માં તો કોરોના એ બીજા રાઉન્ડ માં પ્રવેશ કરતા 10 લાખ થી વધુ કોરોના ના દર્દીઓ નોંધાયા છે અને ન્યૂયોર્ક માં તો સંક્રમણ આગળ વધતું અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે.
દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 5.24 કરોડને પાર થઈ ગયો છે અને અત્યારસુધીમાં 12 લાખ 88 હજારથી વધારે લોકો મોત ને ભેટયા છે.
અમેરિકામાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બુધવારે અહીં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. એક દિવસમાં 1 લાખ 36 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં 10 લાખથી વધારે (11,29,463) કેસ નવા નોંધાયા છે. ચીનમાં થોડા દિવસની રાહત પછી ગુરુવારે ફરી 15 નવા કેસ નોંધાયા છે.
અમેરિકામાં 1 દિવસમાં 1 લાખ 36 હજાર નવા કેસ નોંધાયા છે. કુલ દર્દીઓની સંખ્યા થોડા દિવસ પહેલાં જ એક કરોડને પાર થઈ છે. મહત્ત્વની વાત એ છે કે અહીં છેલ્લા 10 દિવસથી રોજ એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં ગવર્નર એન્ડ્રૂ કુમોએ રાજ્યામાં નવા પ્રતિબંધો જાહેર કરી દીધા છે. કુમોએ કહ્યું છે કે આ પ્રતિબંધ વગર અમે સંક્રમણને ઓછું નહીં કરી શકીએ. હવે અહીં પ્રાઈવેટ પાર્ટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બિઝનેસ વિશે પણ ન્યૂયોર્કમાં આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. માત્ર ન્યૂયોર્કમાં જ ગુરુવારે 1628 કેસ નોંધાયા છે અને 21 લોકોનાં મોત થયાં છે.
ઈટાલી દુનિયાનો 10મો દેશ બની ગયો છે, જ્યાં 10 લાખથી વધારે લોકો સંક્રમિત છે. અહીં અત્યારસુધીમાં 42,953 લોકોનાં મોત થયાં છે. અહીં સરકારની સૌથી મોટી મુશ્કેલી એ છે કે હોસ્પિટલો ફુલ થઈ રહી છે અને નવા દર્દીઓને ટૂંક સમયમાં બાજુના દેશની હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે એવી સ્થિતિ છે. આ મામલે યુરોપીય દેશો ગયા મહિને સમજૂતી કરી ચૂક્યા છે. યુરોપીય દેશોમાં ઈટાલી પહેલો એવો દેશ છે, જ્યાં સંક્રમણ સૌથી પહેલા પહોંચ્યું હતું. ડોક્ટર્સે કહ્યું છે કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો મૃતકોની સંખ્યા એક મહિનામાં 10 હજાર સુધી વધી શકે છે. આમ દુનિયામાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસ ને નિયંત્રિત કરવાના તમામ ઉપાયો નિષ્ફળ રહ્યા છે.
