દુનિયા માં કોરોના ફરી એકવાર કાળ બનીને ત્રાટક્યો છે પરિણામે ભારે હાહાકાર મચી ગયો છે, ફ્રાન્સ અને જર્મની માં તો લોકો ના વિરોધ વચ્ચે પણ કડક પ્રતિબંધો અને લોકડાઉનથી અમુક હદ સુધી નિયંત્રણ મેળવી શકાયું છે, પરંતુ ઈટાલીમાં સ્થિતિ અત્યંત ઘાતક બની ગઈ છે.
ગતરોજ શુક્રવારે જ ઇટાલી માં 993 લોકોનાં મોત થયાં છે. ઈટાલી સરકારનું કહેવું છે કે હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઘટી રહી છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ફેસ્ટિવ સીઝનમાં પ્રતિબંધો પહેલાં કરતાં વધારે કડક રખાશે અને લોકોએ માનસિક રીતે ઘરમાં જ રહેવા માટે તૈયાર રહેવું પડશે.
બીજી તરફ અમેરિકામાં પણ સંક્રમણને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ સપ્તાહમાં જ સરેરાશ દૈનિક 1800 લોકોનાં મોત નો આંકડો સામે આવ્યો છે જે એપ્રિલ પછીની સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવી રહી છે. આમ કોરોના ની હજુપણ અસરકારક વેકસીન નહિ આવતા સેંકડો લોકો જીવ ગુમાવી રહ્યા છે અને તેનો એકમાત્ર પ્રાથમિક ઉપાય માસ્ક,સોસિયલ ડિસ્ટનિંગ જ હોવાનું સામે આવી રહ્યું છે.
