દેશ માં ઠેરઠેર શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી રહી છે અને દેશભરમાં દરેક જગ્યાએ ‘ભારત માતા કી જય. શહીદ અમર રહે. ચીની સામાનનો બહિષ્કર કરો’ નારા લાગ્યા હતા.
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પશ્ચિમ બંગાળના બીરભૂમના સિપાહી રાજેશ ઓરાંગે વોટ્સએપ પર અંતિમ મેસેજ ચીની સામાનના બહિષ્કારનો મોકલ્યો હતો. આ મેસેજ તેણે ગામના પોતાના કેટલાક મિત્રોને મોકલ્યો હતો.
ભારતમાં લદાખ સરહદે ગલવાન ખીણમાં ચીને આચરેલા હિચકારા કૃત્યમાં શહીદ થયેલા ભારતના 20 જવાનના મૃતદેહ તેમના વતન મોકલવામાં આવ્યા હતા. દેશના અનેક હિસ્સામાંથી આવતા આ જવાનોના મૃતદેહો ઘરે પહોંચ્યા ત્યારે તેમના સ્વજનો જ નહીં, આખું ગામ, જિલ્લો, શહેર જ નહીં, આખો દેશવાસીઓ માં ગમગીની પ્રસરી હતી.
શહીદ જવાનોની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ નિ:શસ્ત્ર જવાનોએ ચીનના સૈનિકો સાથે લડતા લડતા વીરગતિ પામ્યા હતા. ચીને દગો કરીને આપણા 50 જવાનો ની ટુકડી ઉપર ચીન ના 300 સૈનિકો એ અગાઉ થી તૈયાર રાખેલા ખીલા જડેલા ડંડા અને પથ્થર વડે હુમલો કરી દેતા 20 જવાનો શહીદ થઈ ગયા હતા.જેને લઈ દેશભર માં રોષ ફાટી નીકળ્યો છે અને ચાઇનીઝ વસ્તુઓ ની હોળી કરી માલ નહિ ખરીદવા ની પ્રતિજ્ઞા લીધી હતી અને શહીદો ને ઠેરઠેર શ્રદ્ધાંજલિ આપી હતી.
