નવી દિલ્હીઃ મુંબઇના 26 નવેમ્બરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ તૈયબાના કમાન્ડર જકીઉર રહેમાન લખવીને પાક્સિતાન સરકાર દરમહિને દોઢ લાખ રૂપિયા આપશે. ઇમરાન ખાન સરકારા આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિએ મંજૂરી પણ આપી દીધી છે. વર્ષ 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલામાં લખવીનો હાથ હોવાનું સામે આવતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેને પ્રતિબંધિત આતંકીયોની યાદીમાં મૂક્યો હતો.
લખવીને દર મહિને મળશે દોઢ લાખ રૂપિયા
અહેવાલ મુજબ લખવીને દર મહિને ભોજન માટે 50 હજાર રૂપિયા, દવા માટે 45 રૂપિયા અને અન્ય ખર્ચ માટે 20 હજાર રૂપિયા, વકીલની ફી પેટે 20 હજાર રૂપિયા અને મુસાફરી માટે 15 હજાર રૂપિયા આપવામાં આવશે.લખવીને નાણાં રૂપિયા માટે ઇમરાન ખાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અપીલ કરી હતી.
વર્ષ 2015માં પાકિસ્તાને મુક્ત કર્યો
મુંબઇ આતંકવાદી હુમલાના આરોપમાં જેલમાં કેદ જકીઉર રહમાન લખવીને પાકિસ્તાનની સરકારે વર્ષ 2015માં મુક્ત કરી દીધો હતો. ત્યારે પાકિસ્તાન દલીલ કરી હતી કે લખવીની વિરુદ્ધ કોઇ નક્કર પુરવા મળ્યા નથી. એવુ કહેવાય છે કે, રાવલપિંડીના અડિયાલા જેલમાંથી મુક્ત થયા બાદ લખવી ઘણા સમય સુધી અંડરગ્રાઉન્ડ રહ્યો હતો. પરંતુ તેણે પોતાના આતંકી સંગઠનનું નેતૃત્વ ચાલુ રાખ્યુ હતુ.
લખવીના આંતરારાષ્ટ્રય આતંકી અને જમાત ઉલ દાવાના વડા હાફિઝ સઇદ સાથે નજીકના સંબંધો છે. એવુ મનાય છે કે, સંગઠનમાં પણ તેનું બીજા ક્રમનું સ્થાન છે.