અમેરિકન એજન્સી નાસા હવે ફરી અડધી સદી પછી ચંદ્રના મિશન આર્ટેમિસના માધ્યમ દ્વારા ચંદ્ર ઉપર ઉપર જવા તૈયારીઓ શરૂ થઈ છે,આજરોજ મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઈટ આર્ટેમિસ-1 ને સાંજે 6.03 વાગ્યે લોન્ચ કરવામાં આવનાર છે જેના ઉપર સૌની નજર છે.
આર્ટેમિસ-1 એક માનવરહિત મિશન છે. પહેલી ફ્લાઈટ સાથે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરશે કે અંતરિક્ષયાત્રીઓ માટે ચંદ્ર પર અનૂકુળ વાતાવરણ છે કે નહીં અને ચંદ્ર પર ગયા પછી અવકાશયાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરી શકશે કે નહીં. નાસા મુજબ નવું સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) મેગારોકેટ અને ઓરિયન ક્રૂ-કેપ્સ્યૂલ ચંદ્ર પર પહોચશે.
સામાન્ય રીતે ક્રૂ-કેપ્સ્યૂલમાં અવકાશયાત્રીઓ રહે છે પણ આ વખતે તે માનવ રહિત હશે, આ મિશન 6 અઠવાડિયાંનું છે, જે પછી 10 ઓક્ટોબરના રોજ કેપ્સ્યૂલ ધરતી પર પાછુ આવી જશે.
ત્યારબાદ આર્ટેમિસ-2ને લોન્ચ થશે જેમાં અંતરિક્ષયાત્રીઓ પણ જશે, પણ તેઓ ચંદ્ર પર પગ મૂકશે નહિ. તે ફક્ત ઓર્બિટમાં ફરીને થોડા સમયમાં પરત આવશે.
ત્યારબાદ ફાઈનલ મિશનમાં આર્ટેમિસ-3ને મોકલવામાં આવશે. એમાં જનારા અંતરીક્ષયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઊતરશે.
આ મિશનને 2050ની આસપાસ લોન્ચ કરવામાં આવશે.
પહેલીવાર મહિલાઓ પણ હ્યુમન ચંદ્ર મિશનનો હિસ્સો હશે આ તમામ ક્રૂ-મેમ્બર પાણી અને બરફની શોધ કરશે.