ભારતીય લદાખ સરહદે એક તરફ ચીન અવળચંડાઈ ઉપર ઉતરી રહ્યું છે ત્યારે બીજી તરફ નેપાળ પણ ચીન ના પગલે ચાલી રહ્યું છે. નેપાળે પણ સરહદ વટાવીને બિહારના વાલ્મીકિનગરમાં સુસ્તા ક્ષેત્રની સંપૂર્ણ જમીન પર કબજો કરી લીધો છે. અહીં ભારતીયોની અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. આ વિસ્તારમાં 7100 એકર જમીન પર નેપાળની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે નેપાળે સુસ્તા નજીકના નરસહી જંગલ પર પણ દાવો કરી રહ્યું છે. નેપાળ આર્મ્ડ ફોર્સે અહીં કેમ્પ પણ બનાવી લીધા છે. ત્રિવેણી ઘાટ નજીક નદી કિનારે જંગલની જમીન ઉપર પણ નેપાળે પોતાનો ઝંડો લગાવી દીધો છે.
ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા દરમિયાન નેપાળે પહેલીવાર બિહાર સરહદે સેના પણ ખડકી દીધી છે. કોરોના ક્વોરન્ટીન સેન્ટરના નામે બનેલા કેમ્પોમાં સેનાએ ઠેકાણાં બનાવી દીધાં છે. સુપોલની કુનૌલી બોર્ડર સામે નેપાળના રાજ બિરાજ ભંસાર ઓફિસ પાસે નેપાળની સેનાની અવર-જવર અનેકવાર જોવા મળી હતી. મધુબનીના મધવાપુર નજીકના મટિહાની તરફ પણ નેપાળની સેના જોવા મળી રહી છે. જોકે રક્સોલ નજીકના મહદેવા ગામ નજીક તહેનાત એક નેપાળી જવાને કહ્યું કે આ અમુક દિવસો માટે જ છે. જલદી પહેલાં જેવી સ્થિતિ બહાલ થશે.
નેપાળ દ્વારા 100 મીટરે ચેકપોસ્ટ બનાવી દીધી છે બિહારમાં નેપાળને ક્યારેય અલગ દેશ મનાયો નથી. સરહદે રોક-ટોક વિના અવર-જવર થાય છે પણ હવે સરહદે દર 100 મીટરે નેપાળ આર્મ્ડ ફોર્સના જવાનો ઊભા છે. ટેન્ટ, ઝૂંપડા અને વાંસના વૉચ ટાવર પર બેઠેલા નેપાળી જવાન સરહદ ઓળંગનાર લોકોને અટકાવી દેવામાં આવી રહ્યા છે અને ગંડક બેરેજ પણ સીલ છે.
ગંડક નદીના આ છેડે ગેરકાયદે કબજાવાળા સુસ્તા ગામમાં પુલ નિર્માણ શરૂ કર્યુ હતું પણભારતે વાંધો દર્શાવતા નિર્માણ અટકાવ્યું છે નરસહી જંગલની જમીન પર કબજા અંગે ભારતીય દૂતાવાસે નેપાળના દૂતાવાસને પત્ર લખ્યો છે.
નરકટિયાગંજના ભિખનાઠોડીમાં આવતા બે જળસ્ત્રોત પૈકી એક અટકાવાયો. વહેણ રોકવાની જગ્યાથી 50 મીટર દૂર જ SSB કેમ્પ છે.
જૂનની શરૂઆતમાં વાલ્મીકિનગરમાં ત્રિવેણી ઘાટ નજીક ડેમ સમારકામનો નેપાળે વિરોધ કર્યો હતો જોકેભારતના કડક વલણ અને એસએસબીના હસ્તક્ષેપ બાદ થોડું ઢીલું પડ્યું હતું આમ ચીન ના ખોળા માં ભરાઈ બેઠેલા નેપાળે ભારત સામે આંખો બતાવવા નું શરૂ કરતાં પોતાની ચાલ ચાલવામાં ચીન સફળ થયેલું જણાઈ રહ્યું છે.
