ભારત સામે વારંવાર વિરોધ કરી ભારત ના વિસ્તાર ઉપર પોતાનો દાવો કરી રહેલા નેપાળ નું એક આખા ગામ ઉપર ચીને વર્ષો થી કબ્જો કરી લીધો હોવા છતાં નેપાળ ચૂપ છે.
નેપાળના ગોરખા જીલ્લાના એક ગામમાં 60 વર્ષથી ચીન નો કબ્જો રહયો છે અને નેપાળની સરકારે ક્યારેય કોઈ વિરોધ નથી કર્યો. ચીન રુઈ ગુવાન નામના આ ગામને તિબ્બત સ્વાયત ક્ષેત્ર (TAR)નો હિસ્સો બતાવે છે. નેપાળના પેપર અન્નપૂર્ણા પોસ્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.આ ગામમાં 72 પરિવાર છે. નેપાળ સરકારે સત્તાવાર નકશામાં પણ આ ગામ નેપાળની સીમામાં દેખાડવામાં આવેલ છે, જોકે અહીં નેપાળ પ્રશાસન ચલાવતું નથી. વિસ્તારને ચીને પોતાના અધિકારમાં રાખ્યું છે.
રિપોર્ટ્સ પ્રમાણે નેપાળી સીમામાં સ્થિત આ ગામોમાં નેપાળે પોતાના પિલ્લર પણ લગાવી રાખ્યા છે, જેથી પોતાનો હક્ક બતાવી શકે બીજી તરફ ગોરખા જિલ્લાના રેવન્યૂ કાર્યાલયમાં પણ ગામવાળા પાસેથી નેપાળ સરકાર દ્વારા રેવન્યૂ વસુલવાના દસ્તાવેજ છે. રેવેન્યૂ અધિકારી ઠાકુર ખાનલે જણાવ્યું કે ગ્રામીણો પાસેથી રેવેન્યૂ વસુલ કરવાના દસ્તાવેજ હજુ પણ નેપાળ ની ફાઈલમાં સુરક્ષિત છે.જેથી નેપાળ દાવો કરી શકે.
આમ ચાઈના ની જમીન હડપ કરવાની કામગીરી ચાલુજ છે અને દરિયાઈ માર્ગે પણ વિસ્તાર વધારવાની મેલી મુરાદ સામે આવી છે.
