કહેવાય છે કે જ્યારે કુદરત ની લાઠી પડે ત્યારે માણસ નું પતન થઈ જાય છે અને આ વાત ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર બરાબર ની ફિટ થઈ રહી છે ટ્રમ્પ ના સ્ટાર ખરાબ હોય તેવું લાગી રહ્યું છે અને અમેરિકી ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને કારમો પરાજય તો આપ્યો છે પણ હવે તો ડોનાલ્ડની પત્ની મેલાનિયા પણ ટ્રમ્પ ને છોડી દે તેવા સમાચાર છે અને ટૂંક સમયમાં ડિવોર્સ આપી શકે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ડોનાલ્ડ વ્હાઇટ હાઉસ છોડશે કે તરત મેલાનિયા તેમને ડિવોર્સ આપીને 15 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી દેશે. વર્ષ 2005માં પરણેલા ડોનાલ્ડ-મેલાનિયાના ડિવોર્સ અંગે આ દાવો મેલાનિયાની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે કર્યો છે.
સ્ટેફનીનું કહેવું છે કે મેલાનિયાએ ડોનાલ્ડ પાસેથી પુત્ર બેરનની કસ્ટડી તેમ જ સંપત્તિમાં અડધો ભાગ માગ્યો છે. ડોનાલ્ડના પૂર્વ રાજકીય સાથી ઓમારોસા ન્યૂમેનનો પણ આવો જ દાવો છે. સ્ટેફનીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલાનિયાના જુદા-જુદા બેડરૂમ છે. જોકે, એક અહેવાલ મુજબ ડોનાલ્ડની અગાઉની બે પત્નીઓની જેમ મેલાનિયાએ પણ લગ્ન પૂર્વે એવા કરાર પર સહી કરવી પડી હતી કે તેમના ડિવોર્સ થાય તો તે ડોનાલ્ડની સંપત્તિમાંથી હિસ્સો નહીં માગી શકે.આમ હવે જતી ઉંમરે પદ , પ્રતિષ્ઠા અને હવે પત્ની પણ છૂટે તેવું ટ્રમ્પ ની જિંદગી માં બન્યું છે.
