પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરું બન્યું છે મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાનમાં હવે વીજળી સંકટ છવાયું છે અને ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોમાં કેટલાય કલાકોથી લાઈટ ગુલ થઈ જતા સર્વત્ર અંધારપટ છવાઈ ગયો છે.
પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે જાહેર કર્યું હતું કે નેશનલ ગ્રિડ સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ જતા વીજળી ખોરવાઈ ગઇ છે.
મંત્રાલયે કહ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે
બલૂચિસ્તાનનાં 22 શહેર સવારથી વીજળી વગરનાં છે. અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે.
પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર પેશાવર અને ઈસ્લામાબાદમાં સિસ્ટમને રિસ્ટોર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, સમગ્ર પાકિસ્તાનમાં 117 પાવર ગ્રીડ વીજળી વગરના થઈ ગયા છે.