ઇસ્લામાબાદઃ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવાની હરકત કરી રહ્યુ છે અને ઘણી વખત પોતાનો દાવો કરી ચુક્યુ છે. અલબત પાકિસ્તાનની આ નાપાક હરકતોનો ભારતે હંમેશા જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે કથિત રીતે ભારતીય હેકરે ફરી પાકિસ્તાની વેબસાઇટ હેક કરીને ‘શ્રી રામ’ના નારા લગાવ્યા છે. ખાસ વાત એ છે કે, આ વખતે કાશ્મીર મુદ્દે જ ચાલી રહેલા એક ઇન્ટરનેશનલ સેમિનારને કથિત રીતે ભારતીય હેકરોએ હેક કરી લીધુ.
જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાની અધિકારી એખ ઇન્ટરનેશનલ સેમિનાર કરી રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ સાઇટ ઝૂમ પર આ સેમિનાર ચાલુ રહ્યુ હતુ. આ દરમિયાન વચ્ચે જ કંઇક ગીત સંભળાવવા લાગ્યુ. સામાન્ય રીતે આ ગીત ભગવાન રામની માટે ભારતમાં વાગતુ હોય છે. સેમિનારમાં શામેલ મહેમાનોને લાગ્યુ કે, તેનુ સંચાલન કરી રહેલા ડો.વલીદ મલિકની તરફથી આ ગીત વગાડવામાં આવી રહ્યુ છે અને તેમને આ ગીત બંધ કરવા જણાવ્યુ હતુ.
આ દરમિયાન પણ વચ્ચે-વચ્ચે અવાજ આવી રહી હતી ‘અમે ભારતીય છીએ’, ‘રોતે રહો’. ડો. વલીદે કહ્યુ કે, તેઓ તેને રેકોર્ડ કરી રહ્યા છે. ત્યારબાદ આ ક્લિપ સોશિયલ મીડિયામાં ઘણી વાયરસ થઇ ગઇ. આ અગાઉ પણ ભારતીય હેકરોએ કથિત રીતે પાકિસ્તાનની યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી હતી.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં પાકિતાને ઘણા આક્રમક પગલાં ઉઠાવ્યા છે.