વિશ્વ બજાર માં ક્રૂડ ના ભાવ તળિયે જતા પેટ્રોલ અને ડીઝલ સાવ સસ્તું થઈ ગયું હોવા છતાં ભારત માં સરકારે જનતા ને કોરોના ની રાહત આપવાને બદલે ભાવ વધારી લૂંટ ચલાવી છે ત્યારે પાકિસ્તાનમાં પણ ઇમરાન ખાનની સરકારે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25.58 (પાકિસ્તાન ચલણમાં)નો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ રૂ. 100.10 પ્રતિ લિટર થયો છે. ડીઝલ રૂ. 21 પ્રતિ લિટર મોંઘુ થઈ રૂ. 101.46 થઈ ગયું છે અને કેરોસીન પણ લિટર દીઠ રૂ. 24 મોંઘુ કરી દેવામાં આવ્યું છે.
નવી કિંમતો બહાર આવ્યા બાદ પાકિસ્તાન ના ઘણા શહેરોમાં પેટ્રોલ પમ્પ બંધ થઈ ગયા છે જિયો ન્યૂઝ ના અનુસાર, મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ટેક્નિકલ ફોલ્ટના બોર્ડ ઝૂલી રહ્યા છે. પાકિસ્તાન માં વિપક્ષે પેટ્રો પેદાશોના ભાવ વધારવા સામે વિરોધ ચાલુ કરી દીધો છે. પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે વર્તમાન સરકાર ની નિષ્ફળતાને કારણે દેશ નાદાર થવા ઉપર છે. આનો અર્થ એ નથી કે તેઓ ખજાનો ભરવા માટે ગરીબોને લૂટે. સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર મનમાની ન કરે તો સારું. નવાઝ શરીફની પાર્ટીના PML-N સાંસદ આસિફ કિરમાનીએ કહ્યું- આ પેટ્રોલ બોમ્બ છે. વિશ્વના અન્ય દેશો ગરીબીને સમાપ્ત કરવા પર ધ્યાન આપી રહ્યા છે ત્યારે પાકિસ્તાન માં સરકાર ગરીબોનો અંત લાવવાનો ઇરાદો ધરાવતી હોવાનું જણાઈ રહ્યું છે આમ પાકિસ્તાન માં પણ પેટ્રોલ, ડીઝલ ના ભાવો આમ જનતા ને દઝાડી રહયા છે.
મંગળવાર, જુલાઇ 8
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર