ચાઈના ની સેના એ દગો કરી ભારતીય જવાનો ઉપર હુમલો કરતા 20 જવાનો શહીદ થવાની ઘટના બાદ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાતાપીળા થઈ ગયા છે અને તેઓ એ ગલવાન ઘાટીમાં ભારતના 20 સૈનિકોની શહાદત વ્યર્થ જવી જોઇએ નહીં અને ચીન ને પાઠ ભણાવવા માટે હુંકાર કર્યો છે. તેઓ એ આખા રાષ્ટ્ર એ એકજૂથ થવાની જરૂર ઉપર ભાર મુક્યો હતો અને ચીન ના આ દુ:સાહસનો જવાબ આપવા જણાવ્યું હતું. સાથો સાથ પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાકયુ અને તેમને પોતાના શબ્દોની પસંદગી કરવામાં સાવધાની રાખવા સલાહ આપી હતી.
મનમોહન સિંહે જણાવ્યું કે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમના ખભા પર કર્તવ્યની ઊંડી જવાબદારી છે. આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી દેશના વડાપ્રધાનની છે. વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને ભૂભાગીય હિતો પર જોડાયેલા પ્રભાવના પ્રત્યે સદૈવ ખૂબ જ સાવધાવ રહેવું જોઇએ અને જવાબદારી પૂર્વક નિવેદનો આપવા જોઈએ કારણ કે તે વિશ્વસ્તરે નોંધ લેવાતી હોય છે આપણી સરહદ, સુરક્ષા મામલે બોલવામાં સાવચેતી રાખવી જોઈએ.
