સમગ્ર દુનિયામાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી રાખ્યો છે અને લાખો લોકોના મોત નિપજ્યા છે ત્યારે ફ્રાન્સમાં વાયરસનું સંક્રમણ ફરી વધતા ત્યાં વધુ એક વખત કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમાનુએલ મૈક્રોએ પહેલી ડિસેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા છે. ફ્રાંસમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં રાખી સરકારે કડક નિર્ણય લેવાની શરૂઆત કરી છે. સરકારે લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં જીવલેણ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં 523 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જે એપ્રિલ પછી સૌથી વધારે છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 33,147 નવા કેસો સામે આવી ચૂક્યા છે. સોમવારથી મંગળવારથી વચ્ચે ફ્રાન્સમાં 1194 કેસો વધી ગયા છે.
આ નવા લોકડાઉનની જાહેરાતની સાથે-સાથે બાર અને રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ફ્રાંસમાં એક દિવસમાં 33 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ માસ બાદ ફ્રાંસમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી સરકારની મુશ્કેલી વધી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે, ગત સપ્તાહે સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના 20 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા. કોરોનાના સાપ્તાહિક વિશ્લેષણમાં WHOએ જણાવ્યું કે, સતત બીજા અઠવાડિયા યુરોપિયન દેશોમાં સૌછી વધારે પ્રમાણમાં નવા કેસો સામે આવ્યા છે.