ચીન અને પાકિસ્તાનની સેનાએ બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓ સામે સંયુક્ત રીતે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કિંગદાઓમાં, ચીનના સેન્ટ્રલ આર્મી કમિશનના ઉપાધ્યક્ષ ઝેંગ યુક્સિયાઓ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ જાવેદ કમર બાજવાએ 9 થી 12 જૂન સુધી વાતચીત કરી. પાકિસ્તાની સેના અનુસાર, બંને દેશોમાં આતંક વિરૂદ્ધ સહયોગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બંને દેશોએ કરાચી યુનિવર્સિટી પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. 26 એપ્રિલના રોજ, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સાથે સંકળાયેલી બુરખા પહેરેલી મહિલા દ્વારા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની શિક્ષકો માર્યા ગયા હતા. બાદમાં અલગતાવાદી BLAએ કહ્યું કે આ હુમલો કુદરતી સંસાધનથી સમૃદ્ધ પ્રાંતમાં ચીનના રોકાણની વિરુદ્ધ હતો.