કોરોના ની ભયાનક તસવીરો હવે સામે આવી રહી છે અને વાત બ્રાઝીલ ના માનૌસ શહેર ની કરીએ તો અહીં વસ્તી લગભગ 24 લાખ છે. પરંતુ બ્રાઝિલના સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દી અહીંયા જ છે. અત્યાર સુધી અહીંયા રોજ 20 થી 30 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, પરંતુ હવે આ આંકડો 100 સુધી પહોંચી ગયો છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોની લાશ દફનાવવા માટે પણ જગ્યા નથી. એવામાં સ્થાનિક પ્રશાસને જેસીબીથી સામૂહિક કબર ખોદાવડાવી છે, જ્યાં લાશોને એક સાથે દફનાવી શકાય.
ટેક્ટરથી લાશ લઈ જવાઈ રહી છે
હોસ્પિટલથી કબરસ્તાન લઈ જવા અને અંતિમ સંસ્કાર કરાનારોઓ પણ ઓછા છે. એટલા માટે ટેક્ટરથી લાશ પહોંચાડવામાં આવી રહી છે. કબરસ્તા માં જેસીબીની મદદથી લાશને એકસાથે દફનાવે છે. મોતનો આંકડો વધતા કર્મચારીઓ પણ લાશની રાહ જોતા જોવા મળ્યા હતા.
50 હજાર સંક્રમિત,3300 થી વધારે લોકોના મોતઃ માનૌસના મેયર આર્થર વિલિજિયો નીટોએ કહ્યું -દેશમાં 50 હજાર લોકો સંક્રમિત છે, જ્યારે 3300 લોકોના મોત થયા છે અને મૃતક ના પરિવાર ને મૃતદેહ થી દુર રખાઈ રહયા છે. કોરોના ને લઈ અહીં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે અને હજારો લોકો અટવાઈ ગયા છે અને વ્યવસ્થા પડી ભાંગી છે.
