બ્રિટનના હીથ્રો એરપોર્ટ પરથી પરમાણુ બોમ્બ બનાવવામાં વપરાતા યુરેનિયમની રિકવરી બાદ ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ઘણા દેશોની તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુરેનિયમનું આ પેકેટ પાકિસ્તાનથી ઓમાન થઈને બ્રિટન પહોંચ્યું હતું, જેને સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરી લીધું છે અને ત્યાર બાદ આતંકવાદ વિરોધી તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેકેટમાં યુકેમાં ઈરાન સાથે જોડાયેલી એક ફર્મનું એડ્રેસ છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પેકેટ પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવ્યું હતું, જે ઓમાનથી અહીં પહોંચ્યું હતું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પેકેટ યુકેમાં કોને મોકલવામાં આવ્યું હતું.
ખરેખર, યુરેનિયમનો પરમાણુ ઉર્જા ઉત્પાદન માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે અને તે ખૂબ જોખમી છે. જો કે, સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે હિથ્રો એરપોર્ટ પર મળી આવેલા યુરેનિયમના ટ્રેસ જથ્થાથી લોકો માટે કોઈ ખતરો નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુરેનિયમ ‘વેપન્સ-ગ્રેડ’ નથી અને તેથી તેનો ઉપયોગ થર્મો-પરમાણુ હથિયારો બનાવવા માટે થઈ શકતો નથી.