લંડનઃ લંડનમાં ફાઇઝરની કોરોના વેક્સીન મૂક્યા બાદ બે વ્યક્તિઓની તબિયત બગડી છે. જેથી તાબડતોબ નેશનલ હેલ્થ સર્વિસે ચેતવણી જાહેર કરવી પડી છે. આ કેસ કોરોના વાયરસનું રસીકરણ શરૂ થયાના 24 કલાકની અંદર જ આવ્યો છે, આથી બ્રિટિશ સરકારની પણ ચિંતા વધી ગઇ છે. જે બે વ્યક્તિ ઉપર રસીની આડઅસર જોવા મળી છે તેઓ આરોગ્યકર્મી છે. ફાઇઝરે ભારતમાં પણ રસીકરણ માટે મંજૂરી માંગી છે, એવામાં સરકાર આવી તમામ ઘટનાઓ પર નજર રાખી રહી છે.
બ્રિટિશ આરોગ્ય નિયામકે જારી કરી ચેતવણી
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે જણાવ્યુ કે, આ બંનને વેક્સીનના કારણે એલર્જિક રિએક્શન થયુ છે, એવામાં બ્રિટિશ આરોગ્ય વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યુ કે, એવા લોકો જેમને કોઇ દવા, ભોજન કે વેક્સનની એલર્જી હોય તેઓ ફાઇઝરની કોરોના રસી મૂકાવે નથી. બ્રિટનના મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી એ તમામ 50 એનએચએસ ટ્રસ્ટને તાકીદ કર્યુ છે કે જે વ્યક્તિને એલર્જી હોય તેમને આ વેક્સીન મૂકવામાં ન આવે.
બ્રિટનમાં 70 લાખથી વધારે લોકોને છે એલર્જી
બ્રિટિશ મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીના મતે બ્રિટનમાં ગંભીર એલર્જીનો ઇતિહાસ ધરાવતા લોકોની સાચા સંખ્યાનો કોઇ આંકડો નથી. માનવામાં આવી રહ્યુ છે કે આ દેશમાં લગભગ 70 લાખ લોકો એવા છે જેમને કોઇ ભોજ, દવા કે વેક્સીનથી એલર્જી થઇ શકે છે. એવામાં જો આ લોકોને ફાઇઝરની કોરોના વેક્સીન મૂકવામાં આવે તો તેમના ગંભીર પરિણામે જોવા મળી શકે છે.