બ્રિટન માં દેખા દીધેલા કોરોના વાયરસ ના નવા સ્ટ્રેનન ને લઈ આ નવો વાયરસ પોતાના દેશો માં ન ફેલાય તે માટે ભારત સહિત કેનેડા , ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ , ઑસ્ટ્રિયા , આયરલેન્ડ , ચિલી અને બલ્ગેરિયા પછી હવે સાઉદી અરેબીયા એ પણ તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સ સર્વિસીસને અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી છે. બ્રિટન થી ભારત આવતી તમામ ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ભારતે આજે રાત્રે 12 વાગ્યાથી જ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો છે. હાલ આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધીનો રાખવામાં આવ્યો છે.
દુનિયામાં ભારત સહિત 13 દેશોએ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રિતબંધ મુક્યો છે, કોરોનાના નવા પ્રકારના વાયરસથી દહેશત સાઉદીએ બોર્ડર પણ સીલ કરી દીધી હોવાના અહેવાલ છે.
બીજી તરફ, અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલર(લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી છે.
