ચાઈના એ દગો કરીને ભારત ના આશાસ્પદ 20 જવાનો ને ક્રૂરતા પુર્વક મારી નાખ્યા છે અને કેટલાક ગૂમ થઈ ગયા હોવાની ખબર વચ્ચે ભારતીયો માં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે મોદીજી કરારો જવાબ આપવામાં જીરો સાબિત થયા હોવાની જનતા માં બૂમ ઉઠી છે ત્યારે હવે લોકો ના ઉઠેલા વિરોધ બાદ મોદી માત્ર નિવેદનો કરે છે કે કોઇ નક્કર કાર્યવાહી કરે છે તેના ઉપર દેશ ની નજર છે. બીજી તરફ ચાઈના ના જવાનો માર્યા ગયા હોવાની વાતો માત્ર વાતો જ છે તેનું કોઈ પ્રમાણ નથી ત્યારે ભારત ના જવાનો શહીદ થયા તે વાત હકીકત છે.
જવાનો ની શહીદી બાદ લોકો એકજ વાત કરી રહ્યા છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન આજ નરેન્દ્ર મોદી અને સંધ ના મોહન ભાગવત ઠેકી ઠેકી ને દેશ ની સુરક્ષા મામલે મોટી વાતો કરતા હતા અને સતાધારી પક્ષ ની ટીકા કરી ભારતની સત્તા મેળવવા ગંદા ખેલ કરી ભાષણો ઠોકતા હતા અને જેતે સમયે ચીન ભારતમાં આક્રમણ કરી રહ્યું હોવાની બુમરાણ મચાવીને મોદી વડાપ્રધાન બની ગયા હતા, લોકોને એમ હતું કે મોદી 56 ની છાતી વાળા મોદી ચીન અને પાકિસ્તાન ને હવે ઠેકાણે પાડશે પણ વડાપ્રધાન બની ગયા મોદીજી હવે મૂંગા થઈ ગયા છે. હવે ચીને 3 વર્ષની અંદર 1008 વખત ભારત માતાની જમીન પચાવી પાડી છે. હવે મોહન ભાગવત પણ એક શબ્દ બોલતા નથી અને મોદી પણ આ મામલે મૂંગા બની ગયા છે. અગાઉ હિમાચલ પ્રદેશનાં ભાજપનાં સાંસદે કહ્યુ હતુકે, ચીન દ્વારા ઘુસણખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે.
લદ્દાખ પ્રાંતમાં જ ત્રણ વર્ષમાં ચીની સૈનીકોએ એક હજારથી વધુ વખત ઘુસણખોરી કરી છે. ચીનનાં સૈનિકોએ 2016માં લદ્દાખ સરહદે 273 વાર નિયમોનો ભંગ કર્યો હતો. 2017માં ચીની સૈનિકોએ 426વાર ઘુસણખોરી કરી હતી. અને 2018માં 326 વખત ચીની સૈનિકો લદ્દાખમાં ઘુસ્યા હતા. જિનપિંગ ભારત આવ્યા ત્યારે પીએમ મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિ સાથે ઘુસણખોરી સહિતનાં સરહદી મુદ્દે ચર્ચા થયાનો દાવો કરતા રહ્યા હતા અને બીજી તરફ ચીનનાં સૈનિકોએ છેલ્લાં 3 વર્ષમાં 1000થી વધુ વખત ઘુસણખોરી કરીને માં ભોમ ની જમીન પચાવી પાડી છે.
લદાખ ની ગલવાન ઘાટી ક્ષેત્રમાં ગઈ મોડીરાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા જ્યારે બીજી તરફ ચીનના પણ કેટલાક સૈનિકો હણાયા હોવાના અહેવાલ મળ્યા છે. ત્યારે આજે બપોરે બે વાગે આ સંદર્ભમાં ભારતના આર્મી ચીફ પત્રકારો ને ઓફિશ્યલ માહિતી આપે તેવી શક્યતા છે.
ભારત અને ચીન વચ્ચે મે મહીના માં જ લદ્દાખ બોર્ડર ઉપર તંગદિલી ભર્યો માહોલ બન્યો છે. ચીની સૈનિકોંએ ભારત ની LACને પાર કરી હતી, અને છેક પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટી નજીક આવી ગયા હતા. ચીન દ્વારા આ સ્થળે લશ્કરી સરંજામ સાથે પાંચ હજાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.અને રોજ ભારતીય સેના ના જવાનો ને ચેલેન્જ કરી રહ્યા છે.
