ભારતમાંથી ભૂલથી છોડાઈ ગયેલી મિસાઈલ માત્ર ગણતરીની મિનિટમાં પાકિસ્તાનમાં પડતા પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું કારણ કે સાબિત થઈ ચૂક્યું હતું કે પાકિસ્તાનના રડારમાં આ મિસાઈલ પકડાઈ ન હતી જેનાથી ચીનની સિસ્ટમ ઉપર પાકિસ્તાન માજ સવાલો ઉઠ્યા હતા દરમ્યાન પાકિસ્તાને પણ ભારતને જવાબ આપવા શક્તિ પ્રદર્શનનુ ભૂત ચડ્યું અને પાકિસ્તાને પણ ગુરુવારે સિંધ ખાતે તેની ટેસ્ટ રેન્જમાં મિસાઈલનું ટેસ્ટિંગ કરવાનું નક્કી કર્યું પણ તેમાં ઈજ્જતનો ફલૂદો થઈ ગયો છે. આ ટેસ્ટિંગ સવારે ૧૧ કલાકે થવાનું હતું, પરંતુ તેના ટ્રાન્સપોર્ટર ઈરેકટ લોન્ચર (ટીઈએલ)માં ટેકનીકલ ખામીને કારણે તેમાં વિલંબ થયો હતો અને ટેસ્ટિંગ એક કલાક પાછું ઠેલાયું હતું. આમ, પાકિસ્તાને ૧૨ કલાકે મિસાઈલ લોન્ચ કરી હતી.
જોકે, મિસાઈલ લોન્ચ થયાની કેટલીક મિનિટોમાં જ તેના નિર્ધારીત માર્ગ પરથી ફંટાઈને સિંધમાં થાણા બુલા ખાન નજીક તુટી પડતા મિસાઈલ ટેસ્ટિંગ નિષ્ફળ ગયુ હતુ.
આ ઘટના બાદ ટીવી ચેનલોએ માહિતી જાહેર કરી દીધી હતી. પાકિસ્તાનની એક ન્યુઝ એજન્સીએ ટ્વીટ કર્યું હતું કે ભારતના બ્રહ્મોસ મિસાઈલના પ્રતિસાદ રૂપે પાકિસ્તાને જમશોરોમાં મિસાઈલ ટેસ્ટિંગ કર્યુ હતું, પણ તે નિશ્ચિત લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ જતા નજીકના વિસ્તારમાં તુટી પડી હતી.
બીજી તરફ પોતાની ઈજ્જત બચાવવા પાકિસ્તાનનું સ્થાનિક પ્રશાસન મિસાઈલ ટેસ્ટ કરાઈ હોવાનો ઈન્કાર કરતા જણાવ્યું કે નજીકની રેન્જમાંથી નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ ફાયર કરાયો હોવાની વાત જાહેર કરી હતી પણ નિષ્ણાતોએ આ વાતનો ભાંડો ફોડી નાખ્યો કે મોર્ટારની મહત્તમ રેન્જ ૫ કિ.મી.હોય છે અને તે આટલી ઊંચાઈ ઉપર ઉડી શકે નહીં.
જોકે, મિસાઈલ ટેસ્ટિંગ બાબતે ટુ એરમેન (નોટામ)ને નોટિસ જારી કરાઈ હતી અને સંબંધિત એરલાઈન્સને પણ તેની સૂચના આપવામાં આવી હતી. નોટામ સાથે મિસાઈલના નિર્ધારીત પથનો નકશો પણ જોડાયો હતો, જોકે, મિસાઈલે તેનો માર્ગ છોડી દીધો હતો અને તે પાકિસ્તાનમાં જ પડી હતી હોવાનું પાછળથી સ્પષ્ટ થયું હતું, આમ ભારતને જવાબ આપવામાં પાકિસ્તાન ગોથુ ખાઈ ગયુ હતુ,બીજી તરફ લોકોમાં એવી કૉમેન્ટ થઈ રહી હતી કે ચાઈના નો માલ ચાલે તો ચાંદ તક નહિ તો રાત તક.
આમ ભારતને જવાબ આપવા જતા મિસાઈલ ટેસ્ટિંગ નિષ્ફળ ગયું હતું.
