અમેરિકા માં ડેમોક્રેટિક પાર્ટીની જીતથી હવે બાઈડન રાષ્ટ્રપતિ અને કમાલ હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે જેમાં કમલા હેરિસ ભારતવંશીય નાતો ધરાવે છે. આ ચૂંટણી જીત્યાં બાદ તેઓએ એક નહીં પરંતુ 3 નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.ભારતીય મૂળ ધરાવતા કમલા હેરિસ અમેરિકાની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. આ પદ ગ્રહણ કરનારા તેઓ પહેલાં સાઉથ એશિયન અને અશ્વેત છે દરમ્યાન આ વાત ની નોંધ લઈ ભારત ના વડાપ્રધાન
મોદીએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહયું કે મને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ અને સહયોગથી ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે.
આમ અમેરિકા ના મહત્વ ના હોદ્દા ઉપર ભારતીય મૂળ ધરાવતા ઉપ રાષ્ટ્રપતિ ને લઈ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માં ઉત્સાહ જોવા મળ્યો હતો.
1964માં હેરિસનો જન્મ ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તેમના માતા ભારતીય અને પિતા જમૈકાના રહેવાસી હતા. માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ હતા. ડોનાલ્ડ હેરિસ બ્રેસ્ટ કેન્સરના વૈજ્ઞાનિક હતા. મળતી માહિતી મુજબ કમલા હેરિસના માતા કેન્સરનો ઈલાજ કરાવવા માટે અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં જ તેમની મુલાકાત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી. આમ તેઓ ભારત સાથે લોહી ના સબંધ ધરાવે છે.
