ઓસ્ટ્રેલિયામાં અદાણીના કોલ પ્રોજેક્ટ સામે છેલ્લા ઘણાજ સમયથી વિરોધ નો વંટોળ ફૂંકાયો છે ત્યારે એક યુવાન ચાલુ મેચે પ્લે કાર્ડ લઈ ઘૂસ્યો હતો ,જેણે SBIને આ પ્રોજેક્ટ માટે લોન ન આપવા પ્લે-કાર્ડમાં લખ્યું હતું આ બાબત ઇન્ટરનેશનલ બની ગઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે રમાઇ રહી છે ત્યારે મેચ દરમિયાન એક વ્યક્તિએ મેદાનમાં ઘુસીને અદાણી ગ્રુપનો અનોખો વિરોધ કર્યો હતો તેના હાથમાં એક પ્લે-કાર્ડ હતું, જેના પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (લગભગ 7389 કરોડ રૂપિયા)ની લોન ન આપે તેવું લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપના કોલ પ્રોજેક્ટનો ઓસ્ટ્રેલિયામાં ઘણા લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે. પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી જેનો લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે એવી ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં તેના કાર્માઈકલ ખાણ પર કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે. આ ન્યૂઝ એટલા માટે ઝડપ થી પ્રસર્યા કેમકે તે ચાલુ મેચમાં અચાનક જ સામે આવ્યા હતા.
