ભારત વિરુદ્ધ ચારેબાજુ થી ગાળિયો ફિટ કરવા ચીન , પાકિસ્તાન અને નેપાળ એક થઇ ગયા છે ત્યારે મોકો જોઈને હવે કાશ્મીર મુદ્દે ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી) દ્વારા પણ આજે જમ્મુ-કાશ્મીર પર ઇમરજન્સી બેઠક બોલાવતા ભારત સામે વધુ એક મોરચો ખુલતા દેશ ના દુશ્મન ની સંખ્યા વધી ગઈ છે, આ બેઠક કૉન્ટેક્ટ ગ્રુપની છે જેને ઓઆઈસીએ જમ્મુ-કાશ્મીર
માટે 1994માં બનાવી હતી. આ બેઠકની માંગ પાકિસ્તાન લાંબા સમયથી કરતું હતું પણ તે સમયે બધા ચૂપ હતા પણ હવે ભારત સામે ચીન, નેપાળ અને પાકિસ્તાન એક થતા ઓઆઈસી એ બેઠક બોલાવી ભારત વિરુદ્ધ મુસ્લિમ સંગઠન એક થયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. સોમવારનાં વિડીયો કૉન્ફરન્સ દ્વારા થનારી ઓઆઈસીની બેઠકમાં કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર કૉન્ટેક્ટ ગ્રુપનાં સભ્ય દેશ અજરબૈજાન, નાઇઝર, પાકિસ્તાન, સાઉદી અરબ અને તુર્કી સામેલ છે. ઓઆઈસીનાં સેક્રેટરી જનરલ ડૉ. યુસૂફ અલ ઓથાઈમીને કહ્યું કે આ મુલાકાત જમ્મુ-કાશ્મીર મુદ્દાનાં સમાધાન માટે થઈ રહેલી તબક્કાવારની બેઠકોનો ભાગ છે. ઓઆઈસી સંગઠનમાં 67 દેશો સામેલ છે અને આ સંગઠન ને મુસ્લિમ સમુદાય નો અવાજ માનવામાં આવે છે.
પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ જમ્મુ-કાશ્મીર કૉન્ટેક્ટ ગ્રુપનાં સભ્ય દેશોએ મુદ્દા પર એક બેઠક બોલાવી હતી અને કાશ્મીરની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. કાશ્મીરને લઇને પાકિસ્તાન ઓઆઈસીથી સતત માંગ કરી રહ્યું છે કે તે ભારતની વિરુદ્ધ યોગ્ય પગલા ઉઠાવે, પરંતુ સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)નાં પ્રભુત્વવાળા ઓઆઈસીએ કાશ્મીરનાં મુદ્દે ખાસ રસ નહિ લેતાં પાકિસ્તાનને નિરાશા સાંપડી હતી જોકે, 22 જૂનનાં ઓઆઈસી તરફથી ઇમરજન્સી બેઠક બોલાવવા નું નક્કી થતા પાકિસ્તાન ગેલ માં આવી ગયું છે આ અગાઉ પણ સાઉદી અરબ અને યૂએઈ ભારતમાટે ઇસ્લામિક દેશોમાં કાશ્મીર મુદ્દે ભારત ને સપોર્ટ કરતા આવ્યા છે.ત્યારે હવે ઓઆઈસીમાં સાઉદી અરબ ની શુ ભૂમિકા રહે છે તે તરફ સૌની નજર છે.
પરંતુ ભારત ને ઘેરવા ચારે તરફ થી દુશ્મનો એક થઈ ગયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે.
