ઇસ્લામાબાદઃ ભારતને ઘેરવા માટે પાકિસ્તાન અને ચીન એડી-ચોટીનું દમ લગાવી રહ્યા છે. નેપાળને ભારતની વિરુદ્ધ ભડકાવ્યા બાદ હવે આ બંને દેશો ભૂટાનને ભમરાવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ભૂટાનના વડાપ્રદાન લોટે શેરિંગને ફોન કર્યો છે.
આવું પહેલી વખત બન્યુ છે કે જ્યારે પાકિસ્તાનના કોઇ વડાપ્રધાને ભૂટાનના કોઇ નેતા સાથે વાત કરી હોય. એવામાં પાકિસ્તાનની નિયત અંગે પ્રશ્નો સર્જાયા છે.
પાકિસ્તાનના વિદેશ વિભાગે જારી કર્યુ નિવેદન
પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફીથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે, બંને નેતાઓએ કોરોના વાયરસ સહિત પારસ્પરિક હિતના ઘણા મુદ્દાઓ પર વાતચિત કરી. ઇમરાન ખાને કોરોના વાયરસને રોકવા માટે લીધેલા પગલાઓ અંગે ભૂટાનની પ્રશંસા કરી રહી હતી. વિદેશ વિભાગે કહ્યુ કે, આ દરમિયાન ઇમરાન ખાને મહામારીથી સર્જાયેલા અસંખ્ય પડકારોના ઉકેલ માટે પોતાના પગલાંઓના વિચારોની આપ-લે કરી હતી.
ભૂટાન પાસે ઇરમાને નાણાકીય તંગીની સમસ્યા વ્યક્ત કરી
ભૂટાનના પીએમ સાથે વાતચિત દરમિયાન પાક.ના પીએમ ઇમરાન ખાને વિકાસશીલ દેશો પર કોરોનાના મારને કારણે આર્થિક નુકસાનની સમસ્યા વ્યક્ત કરી હતી. તેની માટે તેમણે વિકાસશીલ દેશોને દેવામાં રાહત આપવાનો વૈશ્વિક પહેલનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નોંધનિય છે કે, પાકિસ્તાન પહેલાંથી નાણાકીય તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. આ દરમિયાન કોરોના વાયરસે પણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કમર તોડી નાંખી છે. પાકિસ્તાનની જનતા માટે હાલ બે ટંકનું ભોજન મેળવવું મુશ્કેલ બની ગયુ છે. ઉપરાંત સાઉદી અરબે પોતાના સંબંધો પણ ઓછા કરી દેતા પાકિસ્તાન સામે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઇ છે.