કોરોના ફેલાવીને દુનિયા ને બાન માં લેનાર ચાઈના ને હવે સબક શીખવવા માટે દુનિયા ના દેશો એક થઇ રહ્યા છે જેમાં પ્રથમ ભારતે રાતોરાત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ અમેરિકાએ પણ હવે હોંગકોંગ મામલે સીધી દરમ્યાનગીરી કરી અમેરિકન મૂળના અત્યાધુનિક રક્ષા સાધનો અને તકનીકીઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મંગળવારે આ પ્રતિબંધોને જાહેર કર્યા છે.
પોમ્પિયોએ ટ્વિટ કર્યું હતું કે આજે યુ.એસ. હોંગકોંગ પર સંરક્ષણ ઉપકરણો અને ડ્યુઅલ ઉપયોગ સંવેદનશીલ ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જઇ રહ્યું છે. જો બેઇજિંગ હોંગકોંગને એક દેશ, એક સિસ્ટમ માને છે તો આપણે પણ નિશ્ચિત રીતે સમજવું પડશે. આ અગાઉ પ્રેસ બ્રીફિંગ દરમ્યાન અમેરિકન વિદેશ મંત્રીએ ચીન પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના હોંગકોંગની સ્વતંત્રતા સમાપ્ત કરવાના નિર્ણયથી ટ્રમ્પ પ્રશાસનને હોંગકોંગને લઇ પોતાની નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવાની તક આપી છે. ચીન રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ પસાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આથી અમેરિકા હોંગકોંગને અમેરિકન મૂળના રક્ષા સાધનોનો રોકી રહ્યું છે.
તેમણે કહ્યું કે આ નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે લીધો છે. પોમ્પિયોએ કહ્યું હતું કે જો ચાઈના એ હોંગકોંગ ઉપર કબ્જો કર્યો હોય તો અમે એ વાતનું જોખમ લઈ શકતા નથી કે આ સાધનો અને તકનીકી ચીનીના આર્મી પીપલ્સ લિબરેશન સુધી પહોંચી જાય જેનો મુખ્ય હેતુ કોમ્યુનિસ્ટ પાર્ટીની તાનાશાહીને કોઇપણ રીતે બનાવી રાખવાનો છે
બીજી તરફ ચીને સોમવારે કહ્યું હતું કે તે હોંગકોંગથી સંબંધિત મુદ્દાઓ પર દરમિયાનગિરી કરનાર અમેરિકન અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લાદશે. ચીને ઉમેર્યું કે અમેરિકન સરકારના અધિકારીઓને નિશાન બનાવામાં આવશે કે પછી ખાનગી ક્ષેત્રોના અધિકારીઓ પણ નિશાન પર હશે.
ચીને આ વાત એવા સમયે કહી છે જ્યારે મંગળવારે હોંગકોંગ માટે તેના દ્વારા લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને મંજૂરી મળે તેવી સંભાવના છે. આલોચકોનું કહેવું છે કે આ કાયદાથી હોંગકોંગમાં વિપક્ષની રાજનીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મર્યાદિત થઇ જશે. આ મુદ્દે યુ.એસ.નું કહેવું છે કે તે હોંગકોંગને અપાયેલી અનુકૂળ વેપાર સુવિધાઓનો અંત લાવીને જવાબ આપશે. ઝાઓએ ફરી એકવાર ચીનના વલણને પુનરાવર્તિત કર્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે ચીનની આંતરિક બાબત છે અને કોઈ પણ દેશને તેમાં દખલ કરવાનો અધિકાર નથી.આમ ચાઈના અને અમેરિકા હોંગકોંગ મામલે સામસામે આવી ગયા છે
Monday, May 6