ભારત માં કોરોના બેકાબુ બનતા હવે કેનેડાની ફેડરલ સરકારે ભારત માં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે ભારત ની તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઇટ્સ પર ગુરુવારથી 30 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.
ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલઘાબરાએ એક વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા સરકાર ભારત અને પાકિસ્તાનથી આવનારી ફ્લાઈટ્સ માટે મૂકી રહી છે, કેમ કે બંને દેશઓમાંથી આવતા મુસાફરોમાંથી મોટા ભાગના લોકો કોરોના પોઝિટિવ હોય છે, એવું ટેસ્ટ દરમિયાન બહાર આવતા નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાન્સપોર્ટમંત્રીના કહેવા પ્રમાણે, ભારત અને પાકિસ્તાનમાંથી કેનેડા પહોંચતા એર પેસેન્જર્સમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ટેસ્ટ દરમિયાન કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ટ્રાન્સપોર્ટ મંત્રીએ એરમેન અથવા NOTAMને આ બંને દેશોમાંથી ડાઇરેક્ટ પેસેન્જર એર ટ્રાફિક રોકવા નોટિસ પણ ઈસ્યુ કરી છે.
આમ હવે ભારત માં વકરેલા કોરોના ના કહેર ને લઈ વિદેશ માં નોંધ લેવામાં આવી રહી છે જે દર્શાવે છે કે ભારત માં સંક્રમણ વધી રહ્યું છે.