કોરોના વાયરસ ની ભયાનકતા જોતા અન્ય દેશો ની જેમ ભારત માં પણ મોટા પાયે સંહાર રોકવા ભારતે કોરોના સામે યુદ્ધ છેડી દીધું છે અને સારી વાત તો એ છે કે આ નિર્ણય માં કોઈ રાજનીતિ નથી થઈ નહીતો વિરોધ પક્ષો જો કાનૂની આચારસંહિતા નો ભંગ કરવા બજારો માં ઉતરે તો મહાવીનાશ થઈ શકે તેવી સ્થિતિ છે.સરકારે લીધેલા પગલાં માં
કોરોનાવાઈરસના કારણે બુધવારે રાતે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં કોઇ ટ્રાવેલ કરી શકસે નહિ. 19 રાજ્યોમાં સંપૂર્ણ રીતે અને 5 રાજ્યોમાં આંશિક લોકડાઉન છે. પંજાબ અને પુડ્ડુચેરીમાંકર્ફ્યુ છે. એટલે કે આ રાજ્યોમાં સીમાઓ સીલ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે બંધ કરેલ છે જનતા કોઈ પણ જગ્યાએ અવર-જવર કરી શકશે નહીં. આ દરમિયાન કેન્દ્રએ આદેશ બહાર પાડ્યો છે કે મંગળવારે રાતે 12 વાગ્યાથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સબંધ કરવામાં આવશે. કોઈ પણ મુસાફરે બહાર જવું હોય તો તેઓ મંગળવાર રાતે 11.59 વાગ્યા સુધીમાં પહોંચી જાય. ત્યાર બાદમાં કોઈ ફ્લાઇટ નહીં મળે.દેશમાં દર મહિને સરેરાશ 1.3 કરોડ અને વાર્ષિક 14 કરોડ મુસાફરો ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરી કરે છે તેવા આંકડા સામે આવ્યા છે.આંતર રાષ્ટ્રીય વિમાની સેવાની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા તા 29 માર્ચ સુધી ઈન્ટરનેશનલ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જોકે સરકાર દ્વારા પ્રતિબંધ ક્યાં સુધી રહેશે તે અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. ઉપરાંત 31 માર્ચ સુધી રેલવેએ 12500 એટલે કે તમામ મુસાફર ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 9 દિવસ સુધી માલગાડીઓને છોડીને કોઈ પણ ટ્રેન ચાલશે નહિ. એટલે કે રોજ ટ્રેનથી મુસાફરી કરનાર 2.3 કરોડ લોકો હવે કોઈ પણ જગ્યાએ અવર-જવર કરી શકશે નહીં.
કેબિનેટ સેક્રેટરીએ રવિવારે તમામ રાજ્યોના મુખ્ય સેક્રેટરીઓને નિર્દેશ આપ્યો કે મેટ્રો સર્વિસ અને ઈન્ટર સ્ટેટ બસોને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. તેમાં દિલ્હી મેટ્રો પણ સામેલ છે, જેનાથી લગભગ 2 કરોડ લોકો રોજ મુસાફરી કરે છે.
દેશના 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમાં પંજાબ, મહારાષ્ટ્ર અને પુડ્ડુચેરીસામેલ છે, જ્યાં 31 માર્ચ સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્યો અને તેના જિલ્લાની સીમાઓ સીલ છે, એટલે કે કોઈ વ્યક્તિ એક શહેરથી બીજા શહેરમાં જઈ શકશે નહિ. તમામ રાજ્યોમાં લોકડાઉન અગામી 31 માર્ચ સુધી છે. ત્યારે લોકો એ હવે ઘરમાજ પુરાઈ ને સમય પસાર કરવો પડશે કારણકે કોરોના જે ઝડપ થી ફેલાઈ રહ્યો છે તે જોતા લોકો બહાર નીકળશે તો તરતજ સંક્રમણ નો ભોગ બની શકે તેવી વાસ્તવિકતા છે અને તેથી જ સરકારે આ નિર્ણય લીધો છે પરંતુ સ્થિતિ ને જોતા લોકડાઉન સમયગાળો વધી પણ શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
