કોરોના ની હાડમારી અને લોકડાઉન માં અનેક લોકો બરબાદ થઈ ચૂક્યા છે અને જનતા ના સિડયુલ ખોરવાઈ ગયા છે, દેશ ની હાલત ખુબજ ખરાબ છે અને એમાંય મીડિયા રીપોર્ટ મુજબ એકલા ઓડિશાના સુંદરગઢ માજ લૉકડાઉન માં ખાવા ના ફાંફા પડતા કેટલાક ગરીબો પોતાના બાળકો ને તેમના ઝુંપડા માજ છોડી અન્યત્ર ભાગી છૂટ્યા ના ચોંકાવનારા કિસ્સા પ્રકાશ માં આવ્યા છે.
દેશ માં હવે માણસની મજબૂરીના ભયાવહ વાસ્તવિકતા સામે આવી રહી છે. કોઇ મા તેના સંતાનને અનાથાશ્રમમાં કે રસ્તા પર એકલું છોડી જાય તેના દુ:ખ અને લાચારીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. લૉકડાઉનમાં ઓડિશાના સુંદરગઢમાં એડોપ્શન સેન્ટરમાં બાળકોને મૂકી જવાના કિસ્સા પણ સામે આવ્યા છે. હાલ અહીં 39 બાળક લોકડાઉન બાદ લવાયા છે.
દિશા ચાઇલ્ડલાઇનના સેક્રેટરી અબુલ કલામ આઝાદ ના નિવેદન મુજબ લૉકડાઉન દરમિયાન જ અહીં 21 બાળક ને આશ્રય અપાયો છે, જે પૈકી 10 બાળક પોલીસને રસ્તે રઝળતા મળ્યા હતા.
શેલ્ટર હોમમાં લોક ડાઉન બાદ 5 ભાઇ-બહેન કુસુમ, સમીર, વર્ષા, કુણાલ અને કુમ પણ આ દરમિયાન જ આવ્યા છે. તેમાંથી સૌથી મોટી કુસુમ 14 વર્ષની છે. સુંદરગઢ જિલ્લાના રાજગાંગપુરના ભગત ટોલા-ભાટીપાડા નજીક તેમના મા-બાપ તેમને સૂતેલા છોડીને ચાલ્યા ગયા હતા તેઓને ધંધા,મજૂરી બંધ થતાં ખાવા ના સાંસા પડતા પોતાના વ્હાલ સોયા બાળકો ને ઉપરવાળા ના ભરોસે છીડી કયાંક ચાલ્યા જતા નોંધારા બનેલા બાળકો એ ગામની તૂટેલી ઝૂંપડીમાં આશરો લીધો પણ ખવાપીવા ની મુશ્કેલી શરૂ થતાં કુસુમે જણાવ્યું કે ભૂખ લાગતાં કામ શોધવાનું શરૂ કરી રાજગાંગપુર બજારમાં એક ઘરમાં વાસણ માંજવાનું કામ કરવા લાગી. જે પૈસા મળે તેનાથી ભાઇ-બહેનોને ખવડાવતી. કોરોના ફેલાતાં આ કામ પણ બંધ થયું અને ભૂખ્યા રહેવાનો સિલસિલો ચાલુ થયો અને છેવટે તેઓ અહીં અનાથાશ્રમ માં પહોંચ્યા.
5 વર્ષની બિરજિનિયા અને 3 વર્ષના નિખિલના પિતા રોજગારી માટે સુરત ગયા તો પાછા જ ન ફર્યા. એક વર્ષ અગાઉ માતા સળગીને મરી ગઇ. લૉકડાઉનમાં પિતા પાછા ફરશે તેવી આશા હતી પણ તેવું થયું નહીં. બાળકો દાદી પાસે રહેતા હતા. 70 વર્ષના દાદીને બીક લાગવા માંડી કે મહામારીમાં હું મરી જઇશ તો બાળકોનું શું થશે? તેમણે બન્નેને ચાઇલ્ડલાઇનને સોંપી દેવાયા હતા.
ઓડિશા એન્ટિ હુમન ટ્રાફિકિંગ પાઇલટ પ્રોજેક્ટનો રિપોર્ટ માં ઉલ્લેખ કરાયો છે કે અહીં 100માંથી 27 બાળક ટ્રાફિકિંગનો શિકાર છે. અહીં બાળકીઓનો વેપલો પણ થાય છે. કેટલીક બાળકીઓને કેરળના કારખાના, બગીચામાં કામ કરવા લઈ જવામાં આવે છે, સુરતની 10-12 શ્રમિકની ટોળકી છોકરીઓને રસોઇ બનાવવા સાથે લઇ ગઈ હતી. લોકો વિપરીત સંજોગો નો ભોગ બનતા બાળકોને છોડી રહ્યાં છે આ પૈકી એક સીમા નામની મહિલા ઉપર લોકડાઉન માં વીતેલી વાસ્તવિકતા ધ્રુજાવનારી છે.ગર્ભવતી સીમા મહારાષ્ટ્રના મનમાડથી અકોલા માટે અન્ય શ્રમિકો ની જેમજ નીકળી હતી. પણ તેની ઉપર જે વીત્યું છે તે વર્ણન આ મુજબ નું હતું.
‘હું નામ સરનામું જણાવતા થાકી ગઈ છું. તમે પણ આવ્યા છો…શું કરશો જાણીને? રાઉરકેલા હોસ્પિટલમાં દાખલ સીમા અચાનક અપસેટ થઇ જાય છે… મારી સાથે જે કંઈ થયું તે ભગવાન જોઈ રહ્યો છે. તે જ જવાબ આપશે, તેનાથી જ પૂછો? મારી સાથે આ બધું કેમ કર્યુ? તેની આંખોથી અશ્રુ વહેવા માંડે છે અને બાળક પાસે જતી રહે છે. સીમા 26 દિવસથી અહીં છે. કૂખમાં ઉછરી રહેલા 8 મહિના બાળક સાથે તે મહારાષ્ટ્રના મનમાડથી પોતાના ઘરે ઓકલા જવા નીકળી હતી. સાથે જે ટોપલી હતી તે રસ્તામાં ક્યાંક છૂટી ગઈ, તેને ખબર જ ના પડી. ગભરાઈ તો પ્રવાસી શ્રમિકોના એક બીજા સમૂહ પાછળ ચાલી નીકળી અને ઓડિશાના રાઉરકેલા પહોંચી ગઈ. મિશન હોસ્પિટલ જોઇ તો ત્યાં પહોંચી. પણ કોરોનાનો ડર બતાવી હોસ્પિટલે ડિલીવરી કરાવવાનો ઈનકાર કરી દીધો. પીડાને લીધે સીમાના પગ થંભી ગયા. તેણે રોડ પર જ 17 મેના રોજ બાળકને જન્મ આપ્યો. સીમા કહે છે કે મને ડર હતો કે જીવિત રહીશ કે નહીં? એટલા માટે નજીકના એક ઘરની મહિલાને જણાવ્યું કે બાળકને છોડીને જઈ રહી છું. તેણે આંગણવાડી વર્કરને બોલાવી. બાળકને હોસ્પિટલે લઈ જવાયો. સીમાની શોધખોળ શરૂ કરાઈ. 14 કિમી દૂર તે મળી આવી. પોલીસ સ્ટેશને લાવ્યા. અહીં તેણે દીકરાને ફરી જોયો. બંને હવે સરકારી હોસ્પિટલમાં છે. તંત્રએ તેનું સરનામું શોધી કાઢ્યું. તે બુલઢાણા જિલ્લાની છે. તેને જલદી જ ઘરે મોકલવામાં આવશે.આમ આવી સ્થિતિ આપણા દેશ માં છે અને લોકડાઉન માં દેશ અસ્તવ્યસ્ત છે,બધુજ ઠપ્પ થઈ ગયું છે અને કઈ કેટલાય પરિવાર રઝળી પડ્યા છે.ત્યારે દેશ ની આ વાસ્તવિક્તા નો સ્વીકાર કોણ કરશે ?
