આપણે જેને લોકમાતાનું ઉપનામ આપ્યું છે તે પર્યાવરણ અને સમસ્ત જીવ માટે અત્યંત ઉપયોગી એવી નદીઓ ઉપર જોખમ ઉભું થયું છે.
વિશ્વની અડધાથી વધુ નદીઓ દવાઓના કારણે દૂષિત થઈ ગઈ છે. નદીઓમાં દવાઓના કારણે વધતું પ્રદૂષણ ભયાનક છે, કારણ કે આ પ્રદૂષણ કરોડો લોકોના જીવનને આડકતરી રીતે અસર કરી શકે છે.
યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કના ટોચના અલેજાન્દ્રા બુજાસ-મોનરોયની આગેવાની હેઠળના અભ્યાસમાં, સંશોધકોએ 104 દેશોમાંથી 1,052 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું જેમાં 23 અલગ-અલગ દવાઓના ખતરનાક સંયોજનો મળી આવ્યા હતા.
‘એન્વાયરમેન્ટલ ટોક્સિકોલોજી એન્ડ કેમિકલ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, આ નદીઓના 43.5 ટકા પાણી દવાઓના કારણે દૂષિત થયા છે. યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કના ટોચના અલેજાન્દ્રા બુજાસ-મોનરોયની આગેવાની હેઠળના અભ્યાસમાં, સંશોધકોએ 104 દેશોમાંથી 1,052 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું. આમાં, 23 અલગ-અલગ દવાઓના સંયોજનો સલામત માનવામાં આવતા સ્તરો કરતાં ઊંચા સ્તરે મળી આવ્યા હતા.
અભ્યાસ દરમિયાન, નદીના પાણીમાં તાણ, એલર્જી, સ્નાયુઓની જકડાઈ, દર્દ નિવારક અને શક્તિ વધારનારી દવાઓના નિશાન મળી આવ્યા છે. કાર્બામાઝેપિન, એપીલેપ્સી માટે વપરાતી દવા, બ્રિટિશ નદીઓમાં લગભગ 70 ટકા પાણીનો હિસ્સો ધરાવે છે, એકલા બ્રિટનમાં પરીક્ષણ કરાયેલા 54 નમૂનાઓમાં આવી 50 દવાઓના અંશ મળી આવ્યા છે. અભ્યાસ મુજબ, નદીના 43 ટકા નમૂનાઓમાંથી માત્ર 23 ટકા જ સલામત નમૂનાના હતા.
ભારતની નદીઓમાં પણ સૌથી વધુ ફાર્માસ્યુટિકલ પ્રદૂષણ જોવા મળ્યું છે. દિલ્હીની યમુના નદી અને હૈદરાબાદની કૃષ્ણા અને મુસી નદીઓ સહિત 104 દેશોની 258 નદીઓમાં 1,052 નમૂના લઇ કરેલા અભ્યાસમાં ચાર દવાઓ કેફીન, નિકોટિન, પેરાસીટામોલ અને નિકોટિન ની હાજરી જોવા મળી હતી.
ગર્ભ નિયંત્રણ ગોળીઓ અને અન્ય કૃત્રિમ એસ્ટ્રોજન હોર્મોન્સ જેવી દવાઓ પાણીને ઉચ્ચ સ્તરે દૂષિત કરે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે પર્યાવરણમાં એન્ટિમાઇક્રોબાયલ સંયોજનોની હાજરી ડ્રગ-પ્રતિરોધક બેક્ટેરિયાના નિર્માણમાં ફાળો આપી રહી છે, જે ખુબજ ગંભીર છે.
આમ,નદીઓ,સમુદ્ર અને જમીનમાં તળો સુધી ખતરનાક પ્રદુષણ પહોંચી ગયું છે જે માનવ જીવન અને સમગ્ર જીવસૃષ્ટિ માટે ખુબજ ગંભીર બાબત છે.