ધર્મનો આંચળો ઓઢીને મુસલમાનો ને બચાવી ધર્મનો ફેલાવો કરવાનો દાવો કરી ભારત સહિત અન્ય દેશો વિરુદ્ધ જેહાદ છેડી દેનારા આતંકીઓ હવે પાકિસ્તાનને અને મુસલમાનોને જ ભારે પડી રહયા છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે નેશનલ એસેમ્બલી (પાક સંસદ)માં પોતેજ હવે સ્વીકાર્યું હતું કે, મુજાહિદ્દીન (હવે આતંકવાદીઓ)ને યુદ્ધ માટે તૈયાર કરવા એ એક મોટી ભૂલ હતી. મંગળવારે સંસદના ઉપલા ગૃહને સંબોધતા સનાઉલ્લાહે કહ્યું, “આપણે મુજાહિદ્દીન બનાવવાની જરૂર નહોતી” કારણકે તેઓ હવે પાકિસ્તાનને જ ભારે પડી રહ્યા છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી સનાઉલ્લાહનું આ નિવેદન પેશાવરમાં 30 જાન્યુઆરીએ થયેલા મસ્જિદ હુમલા બાદ આવ્યું છે, જેમાં 100 લોકો માર્યા ગયા હતા અને 220થી વધુ ઘાયલ થયા હતા. એક આત્મઘાતી બોમ્બરે બપોરે નમાજ દરમિયાન મસ્જિદના સેન્ટ્રલ હોલમાં પોતાની જાતને ઉડાવી દીધી હતી. પ્રતિબંધિત TTP એ હુમલાની જવાબદારી લીધી છે.
અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદના બીજ વાવ્યા છે. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે, દેશની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન પર નિર્ણય કરશે.
આવા લોકો મુસલમાન ને કહેતા હોય છે કે ઇસ્લામ અને મુસલમાન ખતરા માં છે અને અન્ય જાતિઓ વિરુદ્ધ જેહાદ છેડી આતંક ફેલાવી રહ્યા હતા પણ હવે ખુદ મુસલમાનોને જ ભારે પડી રહયા છે અને મુસલમાનોની હત્યા કરી રહયા છે.