બ્રિટનના સ્વ. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અંતિમ સંસ્કારમાં જોડાવા લગભગ 10 લાખ સામાન્ય નાગરિકો લંડનમાં પહોંચ્યા છે.
વિશ્વભરના 500 થી વધુ રાજ્યના વડાઓ, પ્રતિનિધિઓ અને રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અહીં પહોંચનારાઓ રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
વરિષ્ઠ નાગરિકો અને બાળકો તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે લાંબી કતારોમાં ઉભા છે.
બ્રિટનમાં રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર નિમિત્તે આજે સોમવારે રાષ્ટ્રીય રજા જાહેર કરાઇ છે.
અહીં શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં લોકો રાત્રે જ આવવા લાગ્યા હતા. અંતિમ દર્શન માટે 10 કિમી લાંબી લાઇન છે. લોકોને લાંબો સમય, લગભગ 24 કલાક રાહ જોવી પડી શકે છે.
મહારાણીના અંતિમ સંસ્કારમાં જોડાવા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સહિત ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને મહાનુભાવો બ્રિટન પહોંચ્યા છે.
રાષ્ટ્રપતિ મુર્મુ ત્રણ દિવસની બ્રિટનની મુલાકાતે છે,તેઓ આજે સોમવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ભારત સરકાર વતી તેમનું ઔપચારિક આશ્વાસન વ્યક્ત કરશે.
કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો, શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘે અને પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ રાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.
આ સિવાય ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સાલા વોન ડેર લેયેન, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે. જોકે, રાણીના અંતિમ સંસ્કારમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
એક કલાક બાદ દેશભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. આ પછી અંતિમ સંસ્કાર માટે વેસ્ટમિંસ્ટર એબીથી વિન્ડસર સુધી એક સરઘસ કાઢવામાં આવશે. સાંજે, રાણીને વિન્ડસર કેસલ ખાતે કિંગ જ્યોર્જ IV મેમોરિયલ ચેપલ ખાતે તેના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ ફિલિપની નજીક દફનાવવામાં આવશે.