અમેરિકા માં મોટેલના રીનોવેશન મામલે બોલાચાલી થતાં ગુજરાતી ની અમેરિકામાં હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.દક્ષિણ ગુજરાત ના ગણદેવીના એક વ્યક્તિ ની અમેરિકાના એન્ટલાન્ટામાં ગળુ દબાવી હત્યા કરવામાં આવતા ગણદેવી પંથક માં આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
મૂળ નવસારી ના ગણદેવી ના વતની એવા 52 વર્ષિય મેહુલ વશી જ્યોર્જિયાના ઓગસ્ટ ઈવાન્સમાં પરિવાર સાથે રહે છે અને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે અને પિતા બિલિમોરાની હાઈસ્કૂલના નિવૃત શિક્ષક છે.
વિગતો મુજબ મોટલના રિનોવેશન મામલે બોલાચાલી થતા ગુસ્સે થયેલા અશ્વેત યુવાને મેહુલ વશીની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.
મેહુલ વશી જ્યોર્જીયા ઓગસ્ટા ઇવાન્સમાં પોતાની પત્ની અને 2 પુત્રીઓ સાથે રહેતા હતા, વશી ની હત્યાથી નવસારીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
