યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિન્જે શહેરમાં બનેલી અંધાધૂંધ ફાયરીંગની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મોત થઇ ગયા હતા.
રાજધાની પોડગોરિકાથી 36 કિમી દૂર સેટિન્જેમાં થયેલા બનેલી આ ફાયરિંગની ઘટનામાં પોલીસે 34 વર્ષના હુમલાખોરને ઠાર માર્યો હતો.
હુમલાખોરે પહેલાં 2 બાળકો અને તેમની માતાને ગોળી મારી હતી. ત્રણેય તેના મકાનમાં ભાડે રહેતા હતા. બાળકો 8 અને 11 વર્ષના હતા. ત્યારબાદ તેણે ઘરની બહાર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન 7 લોકોને ગોળી વાગી હતી અને તેમના મોત થયા હતા.
આ હુમલો પારિવારિક વિવાદને કારણે થયો છે. કૌટુંબિક વિવાદ શું હતો, શા માટે વ્યક્તિએ આ રીતે ગોળીબાર કર્યો તે અંગે પોલીસે હજુ કોઈ માહિતી આપી નથી.
ટૂરિસ્ટ પ્લેસ મોન્ટેનેગ્રો મોન્ટેનેગ્રો પર્યટનની દ્રષ્ટિએ એક ઉત્તમ સ્થળ છે. ઓગસ્ટ મહિનામાં ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આવી સ્થિતિમાં આ ઘટના બાદ લોકોના મનમાં ડર છે. મોન્ટેનેગ્રોના વડા પ્રધાન દ્રિતન અબાજોવિકે તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું – સેટિન્જેમાં એક સનસનાટીભર્યા ઘટનાથી શહેરના લોકો આઘાતમાં છે.